Aapnu Gujarat
ગુજરાત

શેલા ગામની કેનાલથી યુવતીનો મૃતદેહ મળતાં ભારે ચકચાર

અમદાવાદના શેલા ગામ પાસેની નર્મદા કેનાલમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. યુવતીના મૃતદેહ અંગે જાણ થતાં બોપલ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને સઘન તપાસ હાથ ધરી હતી. બોપલ પોલીસે આ બનાવ અંગે જરૂરી ગુનો નોંધી આગળની તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. યુવતીના જમણા હાથે અંગ્રેજીમાં સેજલ અને ડાબા હાથે એસએમ લખેલું હોવાનું સામે આવ્યું છે. આ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ, શહેરના શેલા ગામ પાસેની કેનાલમાંથી એક અજાણી યુવતીની લાશ આજે રહસ્યમય સંજોગોમાં મળી આવી હતી, જેના કારણે સ્થાનિક લોકો અને રહીશોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. યુવતીના મૃતદેહને લઇ સ્થાનિકોમાં અનેક તર્ક વિતર્કો પણ ચાલ્યા હતા. બીજીબાજુ, બનાવની જાણ થતાં જ બોપલ પોલીસ પણ ઘટનાસ્થળે પહોચી ગઇ હતી અને યુવતીની ઓળખ કરવા સહિતની દિશામાં તપાસ હાથ ધરી હતી. પોલીસે યુવતીએ જાતે કેનાલમાં ઝંપલાવ્યું કે, કોઇએ તેને કેનાલમાં ફેંકી તે મુદ્દે પણ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. મૃતક યુવતીના પગમાં પાયલ અને એક પગમાં કાળો દોરો બાંધેલો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું. પોલીસે આ સમગ્ર બનાવ અંગે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે યુવતીની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી અને બીજીબાજુ, જિલ્લા અને આસપાસના પોલીસમથકોમાં યુવતીના ફોટો મોકલીને તેની ઓળખ કરવાની દિશામાં સઘન તપાસ આરંભી છે.

Related posts

પરશુરામ જન્મ જયંતિ અને ઇદના તહેવાર નિમિત્તે પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી

aapnugujarat

વટવા જીઆઈડીસીમાં ગેસ ગળતરથી ચાર કામદારોનાં મોત

aapnugujarat

सोहराब मामलाः डीजी वणजारा और आईपीएस दिनेश बरी हुए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1