Aapnu Gujarat
ગુજરાત

વડોદરાના કમાટીબાગ ઝૂમાં કુતરાઓનો હુમલો, ૬ હરણનાં મોત

વડોદરામાં આવેલા કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ૩ રખડતા કુતરાઓએ ૬ કાળિયાર હરણને ફાડી ખાવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ મ્યુનિસિપલ કમિશ્નર અજય ભાદુ સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા અને આ મામલે તપાસ હાથ ધરી હતી.હરણના પાંજરામાં કુતરાઓ કઇ રીતે ઘુસ્યા તે ચર્ચાનો વિષય બન્યો છે. હરણોના મૃતદેહોના પોસ્ટમોર્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાંજરામાં કુલ ૧૧ હરણ હતાં, જેમાંથી ૩ હરણનો બચાવ કરી લેવામાં આવ્યો છે, જ્યારે અન્ય બે હરણને ઈજા પહોંચી છે. અને કુતરાઓએ ૬ હરણને ફાડી ખાધા હતાં.ઝૂ ક્યુરેટર પ્રત્યુસ પાટણકરે જણાવ્યું હતું કે, ૬ હરણના મોતની ઘટનામાં સિક્યુરિટી ગાર્ડની બેદરકારી સામે આવી છે. આ મામલે બે દિવસમાં રિપોર્ટ તૈયાર કરીને વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરને રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીને જાણ કરવામાં આવશે.વડોદરાના કમાટીબાગ ઝુમાં હરણના પાંજરાની ફરતે કમ્પાઉન્ડ પરથી જાળી ઊંચી કરવામાં આવશે તેવું ઝૂ ક્યુરેટર પ્રત્યુસ પાટણકરે જણાવ્યું હતું. ૬ હરણની મોતની ઘટના બાદ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા જેવો ઘાટ સર્જાયો છે.ઉલ્લેખનીય છે કે, કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ભૂતકાળમાં પણ રોગચાળાથી હરણના મોત થઇ ચૂક્યા છે. કાળિયાર હરણને શિડ્યુલ-૧નું પ્રાણી ગણવામાં આવે છે.

Related posts

गुजरात कृषि क्षेत्र में सबसे ज्यादा बिजली आपूर्ति उपलब्ध कराता है

aapnugujarat

જ્યોતિષ પંડિત જયકુમારજી શર્મા દ્વારા અર્થ ગ્રહો અનુસાર મહામારીનું વર્ણન

editor

HSRP નંબરપ્લેટની મુદત ૩૧મી મે સુધી લંબાવી દેવાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1