Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સ ૧૧૯ પોઇન્ટ સુધરીને બંધ

શેરબજારમાં આજે રિકવરી જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૧૧૯ પોઇન્ટ ઉછળીને ઉંચી સપાટીએ રહ્યો હતો. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસ ઇન્ડેક્સમાં ૧.૧ ટકાનો ઉછાળો રહ્યો હતો. મેક્સ ફાઈનાન્સિયલ સર્વિસ, પાવર ફાઈનાન્સ કોર્પોરેશન અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈનાન્સિયલ સર્વિસના શેરમાં તેજી જોવા મળી હતી. સેંસેક્સ હવે કારોબારના અંતે ૧૧૯ પોઇન્ટ ઉછળીને ૩૫૨૬૧ની સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૪૦ પોઇન્ટ ઉછળીને ૧૦૬૧૭ની સપાટીએ રહ્યો હતો. નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં ૦.૯ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આઈડીએફસી બેંક અને એક્સિસ બેંકના શેરમાં ૦.૧ ટકાનો ઉછાળો રહ્યો હતો. યશ બેંકના શેરમાં ૭.૩ ટકાનો ઉછાળો રહ્યો હતો. વોડાફોન ઇન્ડિયાના શેરમાં ૧૦.૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીનો નેટ નુકસાનનો આંકડો નીચી સપાટીએ પહોંચ્યો છે. વ્યાજ, ટેક્સ, સહિતની બાબતોને જોતા કમાણીના આંકડામાં ઘટાડો રહ્યો છે. એશિયન શેરબજારમાં તેજીની સ્થિતિ રહી હતી. શેરબજારમાં બુધવારના દિવસે કારોબારના અંતે શેરબજારમાં ફ્લેટ સ્થિતિ રહી હતી. બીએસઈ સેંસેક્સ માત્ર અઢી પોઇન્ટ ઘટીને ૩૫૧૪૨ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ ૧૦૫૭૬ની સપાટીએ રહ્યો હતો. નિફ્ટીએ ૧૦૬૦૦ની સપાટી ગુમાવી દીધી હતી.ખાદ્ય ચીજવસ્તુઓની કિંમત નરમ પડ્યા બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધવાથી હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત ફુગાવાનો આંકડો ઓક્ટોબર મહિનામાં વધીને ચાર મહિનાની ઉંચી સપાટી ઉપર પહોંચી ગયો છે.ડબલ્યુપીઆઈ ફુગાવાનો આંકડો ચાર મહિનાની ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાના લીધે ફુગાવાનો આંકડો ૫.૨૮ ટકા થયો છે. ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં ચાર મહિનાની ઉંચી સપાટીથી ક્રૂડમાં ૨૧ ટકા સુધીનો ઘટાડો થઇ ચુક્યો છે. સપ્ટેમ્બર મહિનામાં ડબલ્યુપીઆઈ ફુગાવાનો આંકડો વધીને ૫.૧૩ ટકા થયો હતો જે ઓગસ્ટ મહિનામાં ૪.૫૩ ટકાની નીચી સપાટીએ હતો. શેરબજારમાં હાલમાં બે દિવસની રજા રહી હતી.શેરબજારમાં કારોબાર બાદ સીપીઆઈ ફુગાવાના આંકડા ઓક્ટોબર મહિના માટેના જારી કરવામાં આવ્યા હતા. એકબાજુ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો આંકડો સપ્ટેમ્બર મહિનામાં આંશિકરીતે વધીને ૪.૫ ટકા થયો છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરના શાનદાર દેખાવના લીધે આંકડામાં સુધારો થયો છે.
બીજી બાજુ સીપીઆઈ આધારિત ફુગાવાનો આંકડો ઓક્ટોબર મહિનામાં ૩.૩૧ ટકા રહ્યો છે. સપ્ટેમ્બરના મહિનામાં આ આંકડો ૩.૭૭ ટકા હતો. પ્રાયમરી ગુડ્‌ઝ ગ્રોથનો આંકડો માસિક આધાર પર ૨.૬ ટકાના દરે યથાવત રહ્યો હતો. સીપીઆઈ આધારિત ફુગાવો ઓક્ટોબર મહિનામાં ૩.૩૧ ટકા રહ્યો છે જે સપ્ટેમ્બર મહિનામાં આનાથી વધારે હતો. સપ્ટેમ્બરમાં રિટેલ ફુગાવો વધીને ૩.૭૭ ટકા રહ્યો હતો જે ઓગસ્ટમાં ૩.૬૯ ટકા હતો જે ૧૦ મહિનાની નીચી સપાટી હતી .

Related posts

राज्यसभा में सिब्बल बोले छप रहे एक ही नंबर के दो नोट

aapnugujarat

અદાણી પોર્ટ્સ, અદાણી ટ્રાન્સમિશન પર જોખમ તોળાય છેઃ રેટિંગ એજન્સી Fitchની ચેતવણીઅદાણી પોર્ટ્સ, અદાણી ટ્રાન્સમિશન પર જોખમ તોળાય છે : Fitch

aapnugujarat

भारतीय नौसेना ने ओमान व फारस की खाड़ी में बढ़ाई सुरक्षा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1