Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

માત્ર ૮૭ લોકો ૮૫,૦૦૦ કરોડ દબાવીને બેઠાં છે, શું કરો છો.. નામ જાહેર કરી દો : સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે આરબીઆઇના એ લોકો વિશે જાણકારી માંગી હતી જેના પર ૫૦૦ કરોડથી વધારેની લોન બાકી હોય. જાણકારીમાં એ વાત નીકળીને આવી કે માત્ર ૮૭ લોકો પર પબ્લિક સૅક્ટર બેંકના ૮૫ હજાર કરોડ રૂપિયા બાકી છે. આ સંબંધ સોમવારે સુપ્રીમ કોર્ટે આરબીઆઇને આ લોકોના નામ સાર્વજનિક કરવા માટે જણાવ્યું છે.સુપ્રીમે કહ્યું કે આરબીઆઇએ બેંકો માટે નહીં પરંતુ દેશની ભલાઈ માટે કામ કરવું જોઈએ અને સૌથી મોટા ડિફોલ્ટરોના નામ સામે લાવવા જોઈએ.ભારતના ચીફ જસ્ટિસ ટી.એસ. ઠાકુરે આરબીઆઇ દ્વારા સોંપાયેલી લૉનધારકોનું એક લિસ્ટ વાંચ્યા બાદ આ ખુલાસો કર્યો કે આવા ૮૭ લોકો છે જેના પર બેંકોના ૫૦૦ કરોડથી વધારે રૂપિયા બાકી છે. આ રીતે જોવા જઈએ તો આ લોકો પર કુલ ૮૫૦૦૦ કરોડ રૂપિયા બાકી છે. સુપ્રીમ કોર્ટની આ બૅન્ચે કહ્યું કે અમે ૫૦૦ કરોડથી વધારે હોય તેવા દેવાદારોની યાદી માંગી હતી તો આ આંકડો સામે આવ્યો છે. જો અમે તેનાથી નીચે જઈએ તો આ આંકડો એક લાખ કરોડથી પણ વધારે હોત. ટીએસ ઠાકુરની અધ્યક્ષતાવાળી ત્રણ સદસ્યોની ખંડપીઠે કહ્યું કે આ રકમને તો જુઓ, જો અમે ૧૦૦ કરોડ રૂપિયા બાકીવાળાનું લિસ્ટ માંગ્યું હોત તો આંકડો ૧ લાખ કરોડને પાર થઈ જાત. શું આપણે આ ડિફોલ્ટર્સના નામ સાર્વજનિક ન કરી શકીએ?
જ્યારે આરબીઆઇએ ડિફોલ્ટરોની યાદી સાર્વજનિક કરવાનો વિરોધ કર્યો. આરબીઆઇ તરફથી વકીલે કહ્યું કે કાયદાકીય રીતે ગુપ્ત રાખવાની જોગવાઈ છે, જે નામ સાર્વજનિક કરવાની અનુમતિ નથી આપતું. આ દલીલ પર ખંડપીઠે કહ્યું કેવી ગોપનીયતા. કોઈએ બેંક પાસેથી લોન લીધી છે અને નથી ચૂકવી. આવા લોકોના નામ સાર્વજનિક કરવાથી આરબીઆઇને શું ફર્ક પડવાનો. તેનાથી એ લોકોની શાખ ખરાબ થશે જેમણે લોન લીધી છે.

Related posts

ટેરર ફંડિંગ ગિલાનીના જમાઈ અલ્તાફ અહેમદની કડક પુછપરછ

aapnugujarat

खेती कानूनों के खिलाफ सिद्धू का केंद्र पर तंज : यह हमारे अस्तित्व की निजी लड़ाई है

editor

टेरर फंडिंग मामला : NIA ने दिल्ली-श्रीनगर के नौ ठिकानों पर की छापेमारी

editor

Leave a Comment

UA-96247877-1