Aapnu Gujarat
રમતગમત

શોએબ મલિક હવે ટી-૧૦ લીગમાં ભાગ નહી લે

પાકિસ્તાનનાં શાનદાર બેટ્‌સમેન શોએબ મલિક હવે ટી-૧૦ લીગમાં ભાગ નહી લે. ટ્‌વીટર પર ઇમોશનલ પોસ્ટ લખી સોમવારે તેમણે ખુલાસો કર્યો. શોએબ મલિક ટી૧૦ લીગની બીજી સીઝનમાં પંજાબ લેજેન્ડની સાથે રમવા માટે તૈયાર હતો પરંતુ પત્ની અને પુત્રના કારણે હવે રમી શક્શે નહી.
૨૯ ઓક્ટોબરે શોએબ મલિકના ત્યા બાળકનો જન્મ થયો છે જેનું નામ ઇઝહાન મિર્ઝા મલિક રાખવામાં આવ્યું છે. ૧૨ એપ્રિલ ૨૦૧૦ના રોજ શોએબ મલિકે ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા હતા અને ૨૯ ઓક્ટોબર ૨૦૧૮એ તે પુત્રનો પિતા બન્યો છે.તેમણે ટી૧૦ લીગથી બહાર થવાની ખબર સંભળાવતા લખ્યું-‘મિક્સ ફિલિંગ સાથે જાણકારી આપવા ઇચ્છીશ કે, હું પંજાબ લેજેન્ડ સાથે ટી૧૦ લીગનો ભાગ બની શકીશ નહી, કારણ કે હું મારા પરિવાર સાથે સમય વિતાવવા માંગુ છું. આ મારા માટે ખુબ જ મુશ્કેલીભર્યો નિર્ણય છે. મારી પત્ની ઇચ્છે છે કે, હું રમુ પરંતુ પત્ની અને પુત્રથી વધુ કંઇ નથી, આશા છે કે તમે સમજશો.’ રવિવારે જ વન-ડે સિરીઝ પૂર્ણ થઇ છે. ટી૨૦ સિરીઝ બાદ પાકિસ્તાન અને ન્યૂઝિલેન્ડ વચ્ચે ૩ ટેસ્ટ મેચની સિરીઝ પણ રમાશે. જેમા શોએબ મલિક સામેલ નથી. ૨૧ નવેમ્બરથી ૨ ડિસેમ્બર સુધી ટી૧૦ ક્રિકિટ લીગ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે, જેમા શોએબ મલિક ભાગ લેશે નહી.

Related posts

Pakistan defeated South Africa by 49 runs in World Cup

aapnugujarat

ભારતીય ટીમ પત્તાના મહેલની જેમ ધરાશાયી : ૧૫૧ રનમાં ઓલઆઉટ

aapnugujarat

ધોનીના આઈપીએલની ૨૨૮ મેચ છતાં એક પણ સદી નથી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1