Aapnu Gujarat
ગુજરાત

લોકસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં ભાજપના ટોચના નેતાઓ સક્રિય

ગુજરાત સરકારને બીજેપી હાઈકમાને લોકસભાની ચૂંટણીને લઈને એક મોટી જવાબદારી આપી છે. જોકે, ગુજરાત બીજેપી કેન્દ્ર દ્વારા આપેલી જવાબદારી ખુબ જ સારી રીતે ભજવે તેમ લાગી રહ્યું છે, તેના પાછળનું કારણ ભૂતકાળમાં બીજેપીના નેતાઓએ પોતાની જવાબદારી ખુબ જ સારી રીતે નિભાવી છે. લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતમાં ભાજપના ટોચના નેતાઓ સક્રિય બની રહ્યાં છે. લોકસભાની ચૂંટણીની તૈયારીને લઈને હજુ સુધી કોંગ્રેસે હજુ ઉંડા વિચારોમાં ખોવાયેલ છે, ત્યારે બીજી તરફ ભાજપે ભાજપે પ્રભારી, સહ પ્રભારીઓની પણ બેઠક પ્રમાણે નિમણૂંક પણ કરી દીધી છે.
ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ ગોકળગાયની ગતિએ ચાલીને કામ કરી રહ્યો હોવાથી ઘણા વર્ષોથી સત્તા વિહોણા ફરી રહ્યાં હોવાનું આપણે કહી શકીએ. હાલમાં જ મોટો તફાવત જોવા મળી રહ્યો છે ભાજપ અને કોંગ્રેસના મેનેજમેન્ટમાં. ભાજપ પોતાના તગડા મેનેજમેન્ટના કારણે દર વખતે બાજી મારી જાય છે અને કોંગ્રેસ ધોયા મૂળાની જેમ પરત ફરે છે. જોકે, આ વખતે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી જીતવી ભાજપ માટે સરળ નથી.ભાજપા અધ્યક્ષ અને માસ્ટર માઈન્ડ અમિત શાહ અને પ્રધાનમંત્રી મોદીએ ગુજરાત ભાજપના નેતાઓને ૨૬ બેઠકોનો ટાર્ગેટ આપ્યો છે. હાલમાં ગુજરાત અને દેશભરમાં જે રીતનો બીજેપી વિરૂદ્ધનો પવન ફુકાઈ રહ્યો છે, તે જોતા રૂપાણી અને નીતિન પટેલ માટે આ ટાર્ગેટ મેળવવો સરળ રહેશે નહી. હાલમાં પાટીદાર ફેક્ટ અને ખેડૂતોના મુદ્દાઓ સિવાય પણ સંખ્યાબંધ બાબતોને લઈને વિપક્ષ સરકારને ઘેરી રહી છે. આથી હાઈકમાને આપેલ ટાર્ગેટ પરિપૂર્ણ થાય તેવી ઓછી સંભાવના વચ્ચે રૂપાણીની પણ રાજકીય કારકિર્દી પર દાવ પર લાગેલો છે.બીજી તરફ જોવા જઈએ શામ, દામ દંડનો ઉપયોગ કરીને જો લોકસભાની ચૂંટણીમાં ભાજપ જીતવામા સફળ રહે છે તો રૂપાણી પાસેથી ગુજરાતની સત્તા કોઈ પડાવી શકશે નહી. આમ લોકસભાની ચૂંટણીથી રૂપાણી સરકારનું ભવિષ્ય ઘડાવાનું હોવાથી ગુજરાત સરકારમાંથી પણ લોકસભાની ચૂંટણી જીતવા માટે એડીચોટીનો જોર લગાવશે. મોદીએ રૂપાણી સરકાર અને કેન્દ્રના મંત્રીઓને ભરોસે ગુજરાત જીતવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.ભાજપા સંગઠનની પરંપરા અનુસાર વર્ષના શરૂઆતમાં સમગ્ર ગુજરાતના ૩૩ જિલ્લા તથા ૮ મહાનગર એમ કુલ, ૪૧ જિલ્લાઓમાં કાર્યકર્તાઓ સ્નેહમિલન કાર્યક્રમો યોજવા જઈ રહી છે. આ સ્નેહમિલનમાં જે તે જિલ્લાના સંગઠન પ્રભારી, પ્રભારી મંત્રીઓ, સંસદસભ્યો, ધારાસભ્યો અને મુખ્ય લોકો ઉપસ્થિત રહેશે. સ્નેહમિલનના નામે થઈ રહેલા આ કાર્યક્રમમાં ગુજરાતને કેવી રીતે સર કરવો તેની પાતળી રૂપ રેખા પણ તૈયાર કરવામા આવી શકે છે.આ કાર્યક્રમમાં નીચેથી ટોચ સુધીના ભાજપાના તમામ નેતાઓ હાજર રહેશે. ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલા, મનસુખ માંડવીયા, સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, રાજયના મંત્રીમંડળના સભ્યો, પ્રદેશ ભાજપાના મહામંત્રીઓ તથા પ્રભારી મંત્રી તથા સંગઠનના અન્ય પ્રભારીઓ,વગેરે સંબંધિત જિલ્લાના સ્નેહમિલન સમારંભમાં હાજર રહી માર્ગદર્શન આપશે.લોકસભાની ચૂંટણીમાં સ્ટાર પ્રચારકો સિવાય ગુજરાતના તમામ નેતાઓ ૨૬ બેઠકો જીતવા માટે પોતાનું કામ શરૂ કરી ચૂક્યા છે. અમિત શાહ અને મોદીએ ઉપરોક્ત ભાજપના નેતાઓને બધી જ છૂ આપી દીધી છે. હવે ૨૦૧૯ને જીતવા માટે સરકાર અને સંગઠનના પદાધિકારીઓ સાથે મળીને કામગીરી કરી રહ્યાં છે.

Related posts

બજેટ ન્યુ ઇન્ડિયાની દિશામાં મહત્વનું પગલું છે : વાઘાણી

aapnugujarat

અમદાવાદમાં સફાઇ કર્મચારીઓની હડતાળ

aapnugujarat

હોટલ લિફ્ટમાં ફસાતાં સગીરનું મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1