Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી સરકાર ખેડૂતોને ત્રાસ પહોંચાડે છે : કેજરીવાલ

મુખ્યમંત્રી કેજરીવાલે મોદી સરકાર ઉપર ખેડૂતોને ત્રાસ પહોંચાડવાનો આરોપ મૂકી વડાપ્રધાન પાક વિમા યોજના (પીએમ એફબીવાઈ) રદ્દ કરવા માંગણી કરી છે. કેજરીવાલે કહ્યું છે કે પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને વળતર સરકારે આપવુ જોઈએ નહિં કે વિમા કંપનીઓએ. કેજરીવાલે કહ્યું કે પીએમએફબીવાઈ યોજના તાબડતોબ રદ્દ કરવી જોઈએ અને તે માટે ખેડૂતોના ખાતામાંથી કાપવામાં આવેલી રકમ પરત આવી જોઈએ.આમ આદમી પાર્ટીના સુપ્રિમો કેજરીવાલે કહ્યું કે અમને આ યોજના સ્વીકાર્ય નથી. આ યોજના માત્ર વિમા કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે શરૂ કરવામાં આવેલી છે. દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે ૨૦૧૪ની લોકસભામાં કોંગ્રેસથી લોકો કંટાળી – ઉબકી ગયા હતા એટલે ભાજપાને મત આપ્યો હતો. ભાજપ કંઈક કરશે તેવી લોકોને આશા હતી પરંતુ ખેડૂતો આજ પણ ત્રાસ સહન કરી રહ્યા એવું કહેવું અસ્થાને નહિં ગણાય કે ખેડૂત આજ સુધીની સહુથી ખરાબ સ્થિતિમાં જીવી રહ્યો છે. ‘આપ’ પાર્ટીના નેતા રામપાલ જાટ રાજસ્થાનમાં ખેડૂતોની માંગણીઓ માટે ૨૩ ઓકટોબરથી આમરણાંત ઉપવાસ પર બેઠા છે. જે ઉપવાસ છોડાવવા રાજસ્થાનના પ્રવાસે આવેલા કેજરીવાલે કહ્યું કે આ લોકો (ભાજપા) ઉપવાસની ભાષા સમજતા નથી, તેઓ ‘મત’ની ભાષા જ સમજે છે. રામપાલજીના ઉપવાસના પારણા કરાવી તેમને ગામડે – ગામડે જઈને ભાજપ વિરૂદ્ધ મત આપવા અપીલ કરવા કહ્યું છે. મારી વાત તેમણે માની તે માટે હું ખૂબ રાજી છું

Related posts

કૉંગ્રેસ દિલ્હીમાં લોકસભાની બધી બેઠક પરથી લડશે : શીલા દીક્ષિત

aapnugujarat

ઉત્તરપ્રદેશમાં જૈશના બે ત્રાસવાદી હથિયારો સાથે પકડાયા

aapnugujarat

રોડ એક્સીડેન્ટમાં ઘાયલોને મળશે ૧.૫ લાખ રૂપિયા સુધીની મફત સારવાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1