Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઘૂસણખોરો સપા, બસપા અને કોંગ્રેસની વોટબેંક : અમિત શાહ

મધ્યપ્રદેશના હોશંગાબાદમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે વિપક્ષી દળ પર આકરો પ્રહાર કર્યો છે. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ,સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજપાર્ટી માટે ઘૂસણખોરો માત્ર એક વોટર છે. પરંતુ ભાજપ માટે ઘૂસણખોરો રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલ મુદ્દો છે. શાહે રાહુલ ગાંધી અને દિગ્વિજયસિંહ પર નિશાન સાધતા કહ્યું કે ૪૦ લાખ ઘૂસણખોરોની જેવી ઓળખાણ થઈ કે આ લોકોએ સંસદમાં શોર મચાવી દીધો હતો.
અમિત શાહે મધ્ય પ્રદેશની ચૂંટણી રેલીમાં કોંગ્રેસ પર આકરો હુમલો કર્યો. એમણે કહ્યું કે દિગ્ગજ રાજા અને રાહુલ બાબાએ સંસદમાં શોર મચાવવાનું શરૂ કરી દીધું છે. આસામમાં એનઆરસી ડ્રાફ્ટ અંતર્ગત ૪૦ લાખ ઘૂસણખોરોની ઓળખાણ થઈ છે. કોંગ્રેસ, સપા અને બસપા માટે માત્ર વોટ બેંક છે જ્યારે અમારા માટે આ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલ મુદ્દો છે. જણાવી દઈએ કે નેશનલ સિટિઝન રજિસ્ટરની શરૂઆત ૧૯૫૧માં થઈ હતી.
મધ્યપ્રદેશમાં રેલીને સંબોધિત કરતા શાહે કહ્યું કે આ માત્ર ભાજપમાં જ સંભવ છે કે એક ગરીબ વ્યક્તિ, ચાય વેચનાર, જેમની કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ ન રહી હોય, દુનિયાના સૌથી મોટા લોકતંત્રના વડાપ્રધાન બની જાય. જણાવી દઈએ કે મધ્ય પ્રદેશમાં આગામી ૨૮ નવેમ્બરે વિધાનસભા ચૂંટણી છે, એવામાં તમામ રાજનૈતિક દળ ચૂંટણી પ્રચારમાં પોતાની પૂરી તાકાત લગાવવા મથી રહ્યા છે. અહીં કુલ ૨૩૦ વિધાનસભા સીટ છે, જેના પર ૨૮ નવેમ્બરે મતદાન થશે.

Related posts

भारतीय कार्रवाई का ऐसा जवाब देंगे कि उनकी पीढ़िया याद रखेंगी : पाकिस्तानी वायुसेना प्रमुख सोहेल अमान

aapnugujarat

ડ્રગ્સની હેરાફેરી કરતો નાસાનો પૂર્વ સાયન્ટિસ્ટ સિકંદરાબાદથી પકડાયો

aapnugujarat

આઇટી વિભાગને પડકારતી રોબર્ટ વાડ્રાની અરજી સુપ્રીમ કોર્ટે નામંજૂર કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1