Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મી ટૂઃ કેન્દ્રીય મંત્રી એમજે અકબરે પ્રિયા રામાણી વિરૂદ્ધ માનહાનિનો કેસ કર્યો

મી ટૂ મૂવમેન્ટ અંતર્ગત આરોપોનો સામનો કરી રહેલાં કેન્દ્રીય મંત્રી એમજે અકબરે અંતે સોમવારે પત્રકાર પ્રિયા રામાણી વિરૂદ્ધ પટિયાલા હાઉસ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે. રવિવારે વિદેશ યાત્રાથી પરત ફર્યાં છે બાદ કેન્દ્રીય મંત્રીએ પોતાના પર લાગેલાં આરોપોને પાયાવિહોણા ગણાવ્યાં હતા. તેઓએ આરોપો વિરૂદ્ધ કાયદાકીય પગલાંની પણ વાત કરી હતી. અકબર પર ૧૦ મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.
લગભગ રોજ નવા ખુલાસાઓને કારણે કેન્દ્રીય મંત્રી પર ખુર્સી છોડવાનું દબાણ છે. તો વિપક્ષ પણ ભાજપને નિશાન બનાવી રહ્યું છે. અનેક મહિલા સંગઠને વડાપ્રધાન મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ સમક્ષ માગ કરી છે કે એમજે અકબરને પદ પરથી હટાવવામાં આવે તો અભિનેતા આલોકનાથે પણ લેખિકા અને પ્રોડ્યુસર્સ વિંતા નંદા પર માનહાનિનો કેસ દાખલ કર્યો છે. અને ૧ રૂપિયો વળતર તરીકે માંગ્યો છે.
વિંતાએ આલોકનાથ પર યૌન શોષણન આરોપ લગાવ્યો છે.મી ટૂ કેમ્પેન હેઠળ યૌન શોષણના આરોપોનો સામનો કરી રહેલા વિદેશ રાજ્યમંત્રી એમ જે અકબર રવિવાર સવારે નાઇજીરિયા પ્રવાસથી પરત આવ્યા. બપોર બાદ તેઓએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને પોતાના ઉપર લાગેલા આરોપો પાયાવિહોણા ગણાવ્યા.
અકબરે કહ્યું હતું કે તેઓ કાયદાકિય પગલા લેશે. તેઓએ સવાલ ઉઠાવ્યો હતો કે લોકસભા ચૂંટણીના થોડા મહિનાઓ પહેલા જ આવું કેમ કરવામાં આવી રહ્યું છે? શું તેની પાછળ કોઈ એજન્ડા છે. અકબર પર ૧૦ મહિલાઓએ યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે.દિલ્હી મહિલા આયોગે યૌન શોષણની ફરિયાદ નોંધાવવા માટે એક અલગ ઈ-મેલની સુવિધા ઊભી કરી છે.

Related posts

આ સપ્તાહમાં સતત ત્રણ દિવસ બેંકોમાં રજા

aapnugujarat

ઉતારચઢાવની વચ્ચે સેંસેક્સ ૬૧ પોઇન્ટ ઘટીને બંધ થયો

aapnugujarat

SBI ने 15 दिन में बैंक ने दूसरी बार घटाई FD की ब्याज दरें

aapnugujarat

Leave a Comment

UA-96247877-1