Aapnu Gujarat
રાષ્ટ્રીય

આ સપ્તાહમાં સતત ત્રણ દિવસ બેંકોમાં રજા

આ સપ્તાહમાં જ સતત ત્રણ દિવસ બેંકોમાં રજા આવી રહી છે. જેના પગલે હવે બેંકિંગ સેવાઓને અસર પડશે. બીજી તરફ એટીએમ પણ ડ્રાય થઇ જશે. આથી તહેવારો પૂર્વે જ નાણાં ભીડ સર્જાય તેવી સ્થિતિ સર્જાશે.બેંકિંગ સૂત્રોએ જણાવ્યું હતુંકે, આગામી તા.૩૦મીએ દશેરાની અને તા.૧લીએ રવિવાર તથા તા.૨જી ઓકટોબરના રોજ ગાંધીજયંતિની રજા છે. સળંગ ત્રણ દિવસ બેંકોમાં રજા રહે તેની સીધી અસર બેંકિંગ સેવાઓ ઉપર તો પડે તેમજ એટીએમમાંથી નાણાં ઉપાડવા માટે પણ સમસ્યા સર્જાઇ શકે છે.એટીએમમાં કરન્સી સમયસર મોકલવાની વ્યવસ્થા જો બેંકો ન કરે તો આ મુશ્કેલી ઉભી થઇ શકે છે.
ત્રણ દિવસ રજાઓ આવે છે ત્યારે એટીએમમાં નાણાંનો પૂરવઠો ચાલુ રાખવાની વૈકલ્પિક વ્યવસ્થા અંગે કોઇ નિર્ણયની જાણ કરવામાં આવી નથી. બેંકોના ખાતેદારોએ તેમના નાણાંકીય વ્યવહાર તા.૨૯મીને શુક્રવારે પૂરા કરી દેવા પડશે. બીજી તરફ ત્રણ દિવસ રજાના પગલે ચેક ક્લિયરિંગને પણ અસર પડી શકે છે.

Related posts

Member of Parliament selected from party are fighting for Tamil Nadu : M K Stalin

aapnugujarat

राष्ट्रपिता महात्मा गांधी की 151वीं जयंती: राष्ट्रपति और पीएम मोदी ने राजघाट पर दी श्रद्धांजलि

editor

દિલ્હીનો સિંહ ચૂપ છે, તેનો મતલબ કોઇ કાર્યવાહી થવાની છે : ટિકૈત

editor

Leave a Comment

UA-96247877-1