Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દાઉદ ઇબ્રાહીમ અને ઝાકીર નાઇક વચ્ચે ખાસ સંબંધ

થોડા દિવસો અગાઉ થાણે પોલીસે અટક કરેલા મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઇબ્રાહીમના ભાઈ ઇકબાલ કાસકર પોલીસ પૂછપરછ દરમિયાન રોજ નવા નવા ખુલાસા કરી રહ્યો છે. દાઉદ ઇબ્રાહીમ અને વિવાદાસ્પદ મુસ્લિમ ધર્મોપદેશક ઝાકીર નાઇક વચ્ચે ખાસ સંબંધ હોવાનો ખુલાસો ઇકબાલે કર્યો છે.
દાઉદ ઇબ્રાહીમ ૨૦૧૨થી ઝાકીરને પૈસા પહોંચાડતો હોવાનો ચકચારી ખુલાસો ઇકબાલ કાસકરે કર્યો હોવાનું લોકમતમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં જણાવાયું છે.મુંબઈના અમુક ઉદ્યોગપતિ દાઉદ ઇબ્રાહીમના કહેવાથી ઝાકીર નાઇકને નાણાકીય સહાય કરતા હોવાનું પણ કાસકરે જણાવ્યું હતું.
ઝાકીર નાઇકના એનજીઓ દ્વારા હવાલા નેટવર્કથી પણ પૈસા પહોંચાડાતા હોવાનું ઇકબાલે જણાવ્યું હતું. દાઉદ ઇબ્રાહીમ પાકિસ્તાનમાં જ છે અને તેને પાકિસ્તાનમાં સુરક્ષા પણ પૂરી પડાતી હોવાનો ખુલાસો ઇકબાલ કાસકરે અગાઉ કર્યો હતો.
ઝાકીર નાઇક પર આતંકવાદને પ્રોત્સાહન આપતો હોવાનો પણ આરોપ છે. ઝાકીર નાઇકને વિશેષ એનઆઇએ કોર્ટે ભાગેડુ જાહેર કર્યો છે.
કોર્ટે તેને ભાગેડુ જાહેર કર્યા બાદ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએે) એની સંપત્તિ જપ્ત કરવાની શરૃઆત કરી. એનઆઇએએ ઝાકીર નાઇક વિરુદ્ધ ગુનો નોંધ્યો ત્યારથી એ તપાસ એજન્સી સમક્ષ ઉપસ્થિત થયો નથી. ધરપકડના ડરે એ દેશ છોડીને ભાગી ગયો. એનઆઇએ દ્વારા અનેકવાર સમન્સ મોકલવા છતાં એ ભારત પાછો આવ્યો નહીં એટલે એનઆઇએએ તેને ભાગેડુ જાહેર કરવા સ્પેશિયલ કોર્ટને અરજી કરી જે માન્ય રાખી સ્પેશિયલ કોર્ટે નાઇકને ભાગેડુ જાહેર કર્યો.

Related posts

આવતીકાલે યોજાનાર વડાપ્રધાન મોદીની બેઠકમાં ફારુક અબ્દુલ્લા – મુફ્તિ સામેલ થશે

editor

યુપી સરકાર ડિસેમ્બરથી ભૂમિ માફિયાઓ સામે પગલા લેવા સજ્જ

aapnugujarat

મુલાકાત વેળા પાક.નું વર્તન શરમજનક રહ્યું : કુલભુષણ જાધવના મુદ્દા ઉપર વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું બંને ગૃહોમાં નિવેદન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1