Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

પેટ્રોલ-ડીઝલે વધાર્યો સપ્ટેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી દર

પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવથી જથ્થાબંધ મોંઘવારી દર છેલ્લા બે મહિનાના સર્વોચ્ચ સ્તર પર પહોંચી ગયા છે. મોંઘવારી દર ૫ ટકાના આંકડાને પાર કરી ગયો છે. ડબ્લ્યુપીઆઈ આધારિત ફૂગાવો ઓગષ્ટમાં ૪.૫૩ ટકા તથા ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ૩.૧૪ ટકા હતો.સોમવારે જાહેર કરેલા સરકારી આંકડા મુજબ, ખાદ્ય પદાર્થોમાં સપ્ટેમ્બરમાં ઓગષ્ટના ૪.૦૪ ટકાની સરખામણીમાં ૦.૨૧ ટકા ફૂગાવો (કિંમતમાં કડાકો) રહ્યો. શાકભાજીમાં ફૂગાવો સપ્ટેમ્બરમાં ૩.૮૩ ટકા રહ્યો, જે ઓગષ્ટમાં ૨૦.૧૮ ટકા હતો.બળતણ અને વિજળી બાસ્કેટમાં આ દરમ્યાન ફૂગાવો ૧૬.૬૫ ટકા રહ્યો. પેટ્રોલ અને ડીઝલનો ફૂગાવો અનુક્રમે ૧૭.૨૧ ટકા અને ૨૨.૧૮ ટકા રહ્યો તથા એલપીજીનો ફૂગાવો ૩૩.૫૧ રહ્યો. ખાદ્ય પદાર્થોમાં નિર્ણાયક મહિના દરમ્યાન બટેકા ૮૦.૧૩ ટકા મોંઘા થયાં. જ્યારે ડુંગળી અને ફળોના ભાવ અનુક્રમે ૨૫.૨૩ ટકા અને ૭.૩૫ ટકા ઓછા થયાં. કઠોળની કિંમત પણ ૧૮.૧૪ ટકા ગગડી. સપ્ટેમ્બરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૧૬.૬૫ ટકાનો વધારો થયો હતો. સૂચિતગાળામાં પેટ્રોલ અને ડીઝલમાં અનુક્રમે ૧૭.૨૧ ટકા અને ૨૨.૧૮ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. એલપીજીના ભાવમાં પણ ૩૩.૫૧ ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો હતો.ખાદ્ય પદાર્થોમાં સપ્ટેમ્બરમાં બટાટાના ભાવમાં ૮૦.૧૩ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી જ્યારે ડુંગળી તેમજ ફળોના ભાવમાં અનુક્રમે ૨૫.૨૩ ટકા અને ૭.૩૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સાથે જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવાનો દર બે મહિનાની ઊંચી સપાટીને સ્પર્શી ગયો હતો. આ અગાઉ જુલાઈ મહિનામાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવાનો દર ૫.૨૭ ટકાની સપાટીને સ્પર્શ્યો હતો.ગયા સપ્તાહે જારી થયેલા આંકડા અનુસાર રિટેલ ફુગાવો પણ સપ્ટેમ્બરમાં વધીને ૩.૭૭ ટકા થયો હતો જે, એક મહિના અગાઉ ૩.૬૯ ટકા હતો. આરબીઆઇ વ્યાજદરનો નિર્ણય કરતી વેળાએ રિટેલ ફુગાવાના આંકડા ધ્યાનમાં લે છે.ગયા સપ્તાહે ચાલુ નાણાકીય વર્ષની ચોથી સમીક્ષા બેઠકમાં ભારતીય રિઝર્વ બેન્કે વ્યાજદર યથાવત જાળવી રાખ્યા હતા. આ બેઠકમાં ક્રૂડના વોલેટાઈલ અને વધી રહેલા ભાવ, તેમજ વૈશ્વિક સ્તરે સર્જાઈ રહેલી પ્રવાહિતાને લગતી સમસ્યાઓને કારણે દેશના વૃદ્ધિ દર તેમજ ફુગાવા સામે જોખમ સર્જાયું હોવાની ચેતવણીનો સૂર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.ઓક્ટોબર-માર્ચના ગાળામાં આરબીઆઇએ સીપીઆઇ આધારિત ફુગાવાનો દર ૩.૯-૪.૫ ટકા રહેવાની ધારણા વ્યક્ત કરી હતી.

Related posts

ઉત્તરપ્રદેશમાં ૭૪થી વધુ સીટો જીતીશું : શાહ

aapnugujarat

राष्ट्रीय खुदरा व्यापार नीति दो सप्ताह में जारी होगी : कैट

aapnugujarat

राष्ट्रपति कोविंद के लिए एयरस्पेस खोलने से पाकिस्तान ने किया इनकार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1