Aapnu Gujarat
Uncategorized

સોમનાથ મહાદેવની પદયાત્રાએ આવેલ સ્વામી આત્મારામજી મહારાજ… ૮૦ વર્ષે ૮૦ હજાર કિલોમીટર યાત્રાનો લક્ષ્યાંક પુર્ણ કરવા સંકલ્પ

મૂળ જૂનાગઢના વિસાવદરના અને હાલ ઋષિકેશ સ્થિત રામાનંદ આશ્રમ ના મહંત સ્વામી આત્મારામજી મહારાજ છેલ્લા ૧૬ વર્ષથી પદયાત્રાઓ કરી રહેલ છે. તેઓએ પદયાત્રામાં બાર જ્યોતિર્લિંગ, ચારધામ યાત્રા, સપ્તપુરી યાત્રા, શંકરાચાર્યની ચાર પીઠ યાત્રાઓ શિવ પંચાક્ષર મંત્ર પ્રમાણે પાંચ વખત પૂરી કરી દીધી છે. આ યાત્રાઓ દરમિયાન સ્વામીજીએ ૭૫૦૦૦ કિલોમીટરની સફર પદયાત્રાથી પૂરી કરી છે. હાલ સ્વામીજીનુ ૮૦’મું વર્ષ ચાલી રહ્યું છે. સ્વામીજી ચાલી રહેલ એંસીમાં વર્ષમાં ૮૦ હજાર કિલોમીટરમાં બાકી રહેલ કિલોમીટર ચાલવા અંગેનો લક્ષ્યાંક પુર્ણ કરવાનો સંકલ્પ સોમનાથમાં લીધેલ હતો. ૮૦ વર્ષે પણ સ્વામીજી એક વર્ષમાં એક હજાર કિલોમીટર ચાલવાની શક્તિ ધરાવે છે. હાલ તેઓ ચોટીલા થઈ ઘેલા સોમનાથ થી સોમનાથ પહોંચ્યા છે. તેઓ સોમનાથ થી દ્વારકા તરફ પ્રયાણ કરશે. આજે સવારના તેઓ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા, સોમનાથ મહાદેવને અભિષેક કરી તેઓએ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર દ્વારા તેઓનું સન્માન કરવામાં આવેલ હતું.તેઓના અનુયાયી દ્વારા પેદલ યાત્રા સે પરબ્રહ્મ કી ઓર પુસ્તક લખવામાં આવેલ છે.

તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

ધોરાજીમાં કપાસ પલળી ગઈ

editor

સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમો દ્વારા લોક જાગૃતિ લાવી મહિલા વિકાસનું કાર્ય કરતાં ખોડાભાઈ પટેલ

aapnugujarat

રામ મંદિરના નિર્માણ માટે સોમનાથ પરિસરની માટી લેવાઈ

editor

Leave a Comment

UA-96247877-1