Aapnu Gujarat
Uncategorized

સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમો દ્વારા લોક જાગૃતિ લાવી મહિલા વિકાસનું કાર્ય કરતાં ખોડાભાઈ પટેલ

‘નારી તુ નારાયણી’ ‘નારી રતનની ખાણ’ આ પંક્તિને સાર્થક કરતા અનેક દાખલાઓ માનવ સમાજમાં જોવા મળે છે. જગતમાં સ્ત્રીનું ખુબજ મહત્વ છે, સ્ત્રીનું માન સન્માન જાળવવું એ દરેક પુરુષની ફરજ છે, સ્ત્રીના ત્રણેય સ્વરૂપ જેવા કે ‘દીકરી’ ‘પત્ની’ અને ‘મા’ એ વંદનને પાત્ર છે, બસ આવા જ વિચારોને લઈ કડી તાલુકામાં આવેલ વિડજ ગામના વતની અને નાની કડીમાં આવેલ શ્રી એમ.એન.પટેલ પ્રાથમિક શાળાના આચાર્ય, લોક કલાકાર ખોડાભાઈ પટેલ ‘ધર્મેશ’ શાળા-કોલેજ તથા અ લગ અલગ સમાજો અને ગામ- શહેરમાં જઇ ‘બેટી બચાવો બેટી પઢાવો’, ‘કન્યા કેળવણી’, ‘નારી સન્માન’, ‘દીકરી વ્હાલનો દરિયો’,‘માતૃ વંદના’, ‘સાદગી ત્યાં તાજગી’, ‘માતૃભાષા બચાવો’, ‘સ્વચ્છતા અને આરોગ્ય જાળવણી નો એક જ આધાર નારી’ વગેરે કાર્યક્રમો આપી સમાજમાં લોક જાગૃતિ લાવવાનું કાર્ય કરી રહ્યાં છે. ત્રણ દીકરીઓનાં પિતા ખોડાભાઈ ‘બેટી બચાવો બેટી પઢાવો’નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

અમરેલી-ધોરાજીમાં આજે લોકસભા ક્લસ્ટર સંમેલન

aapnugujarat

केशुभाई पटेल के निधन पर शोक में गिर-सोमनाथ जिला स्वैच्छिक रहा बंद

editor

ચુડા તાલુકાના કોરડા ખાતે પાઇપલાઇનના કામનું કરવામાં આવ્યુ ખાતમુહૂર્ત

editor

Leave a Comment

UA-96247877-1