Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વડાપ્રધાન ગાંધીના વિચાર સામે લડી રહ્યા છે : રાહુલ

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે રાફેલ ડિલ અને ઉદ્યોગપતિઓ સાથે સંબંધને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહાર કર્યા હતા. મહાત્મા ગાંધીના જન્મદિવસે આયોજિત ગાંધી સંકલ્પ યાત્રામાં કાર્યકરોને સંબોધતા રાહુલ ગાંધીએ એક પછી એક તેજાબી પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, જે સત્ય અને અહિંસા માટે ગાંધીએ પોતાની પ્રાણોની આહૂતિ આપી હતી. મોદી દરરોજ એજ વિચારધારા સામે લડી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, અમે અહીં ગાંધીજીની યાદમાં આવ્યા છે. આજે અમે લાલબહાદુર શાસ્ત્રીને પણ યાદ કરી રહ્યા છે. ગાંધીજીએ પોતાની લાઇફમાં કોઇનાથી પણ નફરત કરી ન હતી. કોઇના સંદર્ભમાં ખોટા નિવેદન કર્યા ન હતા. ગાંધીજીની પ્રતિમાની સામે મોદી હાથ જોડીને ઉભા રહે છે પરંતુ તેમના વિચારોની સામે જ લડી રહ્યા છે. ગાંધીજી કહેતા હતા કે દેશને જોડવાની જરૂર છે. મોદી કહે છે કે, દેશને તોડવાની જરૂર છે. મોદીએ યુવાઓને દર વર્ષે બે કરોડ રોજગારઆપવાની વાત કરી હતી. આ બાબત બિલકુલ ખોટી સાબિત થઇ છે. કોઇના બેંક ખાતામાં ૧૫ લાખ રૂપિયા આવ્યા નથી. નોટબંધી વેળા લાખો લોકો લાઈનમાં ઉભા રહ્યા હતા પરંતુ મેહુલ ચોક્સી અને નિરવ મોદી બિલકુલ સ્વસ્થ હતા. રાફેલ ડિલના મુદ્દે પણ રાહુલે પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, ખેડૂતોની હાલત કફોડી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્યોગપતિઓને મદદ કરી રહ્યા છે.

Related posts

દિલ્હીમાં એએપી સાથે કોઇ ગઠબંધન કરવા રાહુલની ના

aapnugujarat

ઇસરો ૧૨ એપ્રિલે રોજ ૧૧ ઉપગ્રહ લોન્ચ કરશે

aapnugujarat

अब मानसिक संतुलन खो चुकी हैं कांग्रेस पार्टी : भाजपा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1