Aapnu Gujarat
બિઝનેસ

મુકેશ અંબાણીની સંપત્તિ એક વર્ષમાં ૮૯ હજાર કરોડ રૂપિયા વધી..!!

લાંબા સમયથી ભારતના સૌથી અમીર મૂકેશ અંબાણી કુલ ૪૮.૪ અબજ ડોલર એટલે કે ૩૩૦ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ૧૯૧ દેશમાં સૌથી અમીર બની ગયા છે. અંબાણી હાલમાં દુનિયાના માત્ર ચાર દેશના અમીરોથી પાછળ છે. વીતેલા એક વર્ષ દરમિયાન તેમની સંપત્તિમાં લગભગ ૧૩.૧૦ અબજ ડોલર એટલે કે ૮૯ હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે. એમેઝોનના જૈફ બેજોઝ ૧૫૬ અબજ ડોલર એટલે કે ૧૦.૬૦ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે દુનિયામાં સૌથી અમીર બની ચૂક્યા છે. બ્લૂમબર્ગના જણાવ્યા મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના સીએમડી મૂકેશ અંબાણી હાલમાં દુનિયાના ટોપ આમીરના લિસ્ટમાં ૧૨મા નંંબરે છે. તેમનાથી આગળ માત્ર ચાર દેશના અબજપતિઓ છે. હાલમાં દુનિયામાં ૧૯૫ દેશ છે અને આ પ્રકારે અંબાણી ૧૯૧ દેશના સૌથી અમીર બની ચૂક્યા છે. એક વર્ષ દરમિયાન અંબાણીની સંપત્તિમાં ૮૯ હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે. તેમની સંપત્તિ વધવાનું મુખ્ય કારણ આરઆઈએલના સ્ટોક્સમાં તેજી છે. કંપનીનાં સારાં પરિણામ અને તેમની ટેલિકોમ કંપની જિઓના પ્રદર્શનમાં સુધારાના કારણે એક વર્ષ દરમિયાન કંપનીના સ્ટોકમાં લગભગ ૫૩ ટકાનો વધારો થયો છે. એક વર્ષ પહેલાં કંપનીનો સ્ટોક ૮૦૧ રૂપિયાના સ્તર પર હતો, જે વધીને ૧૨૨૦ રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે.

Related posts

૧૦ પૈકીની ૫ કંપનીની મૂડી ૫૩૧૩૩ કરોડ રૂપિયા વધી

aapnugujarat

એસબીઆઇએ ૧૨૦૦ બ્રાંચના નામ-આઈએફએસસી કોડ બદલ્યાં

aapnugujarat

ગુજરાત સંબંધિત કેટલીક કંપનીઓના શેરમાં કડાકો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1