Aapnu Gujarat
બિઝનેસ

ગુજરાત સંબંધિત કેટલીક કંપનીઓના શેરમાં કડાકો

ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા દેખાઈ રહી છે ત્યારે રાજ્યમાં ગુજરાત સંબંધિત શેરમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. ભાજપને આ વખતે હરીફ કોંગ્રેસ પાર્ટી તરફથી જોરદાર ટક્કર મળી રહી છે. કારોબારીઓ ઉપર સત્તા ન મળવાની શક્યતા પણ ટોળાઈ રહી છે. આવી સ્થિતિમાં ગુજરાત સંબંધિત શેરોમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ગુજરાતમાં જો ભાજપની હાર થશે તો ગુજરાત સંબંધિત ઘણી કંપનીઓના શેરમાં મોટો કડાકો બોલી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. અદાણી ગ્રુપના શેર અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ, અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશનમાં છેલ્લા એક મહિનામાં ઉથલપાથલની સાથે સાતે મંદી પણ રહી છે. આ ગ્રુપને ભાજપના નજીકના ગ્રુપ તરીકે ગણવામાં આવે છે. જો પાર્ટીની ગુજરાતમાં હાર થશે તો આ ગ્રુપને સીધી અસર થશે. છેલ્લા ઘણા સમયથી શાનદાર દેખાવ કરી રહેલા અને સારા રિટર્ન આપી રહેલા આ કંપનીઓના શેરમાં પ્રોફિટ બુકિંગની સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, રાજકીય જોખમ કારોબારના એક મહત્વપૂર્ણ હિસ્સા તરીકે છે. લાંબાગાળામાં મૂડીરોકાણકારો આ પ્રકારના જોખમને હમેશા ધ્યાનમાં લેતા હોય છે. તાજેતરમાં જ કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આક્ષેપ કરતા કહ્યું છે કે, ગુજરાતમાં ભાજપ સરકારે અદાણી, તાતા, એસ્સાર, ચાઈના લાઇટથી વિજળીની ખરીદી કરીને તિજોરીને ૨૬ કરોડનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. જો કે, આદાણીએ આ આક્ષેપોને રદિયો આપ્યો છે અને કહ્યું છે કે, રાજ્યને આપવામાં આવેલી વિજળી છેલ્લા ચાર વર્ષમાં પ્રતિ યુનિટ ૨.૬૫ની આકર્ષક રેટમાં અપાઈ છે. બંને પાર્ટીઓ વચ્ચે નજીકની સ્પર્ધા હોવાના પરિણામ સ્વરેપ કંપનીઓના શેરમાં કડાકો બોલી ગયો છે. જીએસએફસીમાં છેલ્લા એક મહિનામાં ૧૬ ટકાનો ઘટાડો થઇ ચુક્યો છે. અલબત્ત તેના એક વર્ષના રિટર્નનો આંકડો ૫૧ ટકા રહ્યો છે.
જીએનએફસીમાં છેલ્લા એક મહિનામાં માત્ર બે ટકાનો વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં ૧૨૦ ટકાનો વધારો થયા બાદ તેમાં હવે માત્ર બે ટકાનો વધારો થયો છે. આ શેરમાં સોમવારના દિવસે છેલ્લા એક મહિનામાં ૧૩ ટકાનો ઘટાડો થયો હતો. છેલ્લા ચાર કારોબારી સેશનમાં તેમાં તેજી જોવા મળી હતી. કોંગ્રેસ પાર્ટીએ ઇલેક્ટ્રીસિટી રેટમાં ૫૦ ટકા સુધીના ઘટાડાની વાત કરી છે. સાથે સાથે પેટ્રોલ ડીઝલની કિંમતમાં પ્રતિલીટર ૧૦ રૂપિયા સુધીના ઘટાડાની વાત કરી છે.

Related posts

સાત પીએસયુમાં વ્યૂહાત્મક વેચાણ માટે સરકાર ઇચ્છુક

aapnugujarat

સેંસેક્સ ૨૬૮ પોઇન્ટ ઉછળીને બંધ

aapnugujarat

Unitech को मकान खरीदारों को 4.82 करोड़ रुपए लौटाने का निर्देश

aapnugujarat

Leave a Comment

UA-96247877-1