Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સ ૨૬૮ પોઇન્ટ ઉછળીને બંધ

શેરબજારમાં આજે સતત સાતમાં દિવસે તેજી જોવા મળી હતી. ઇક્વિટી માર્કેટમાં જોરદાર લેવાલીનો દોર જારી રહ્યો હતો. આજે કારોબારના અંતે સેંસેક્સ ૨૬૮ પોઇન્ટ ઉછળીને ૩૮૬૬૩ની ઉંચી સપાટીએ રહ્યો હતો. આજે બીએસઈમાં કારોબાર દરમિયાન ૩૦ શેર પૈકી ૨૪ શેરમાં તેજી રહી હતી જ્યારે છ શેરમાં મંદી રહી હતી. બેંક, આઈટી અને એનર્જી કાઉન્ટરોમાં જોરદાર લેવાલી જામી હતી.
છ શેરમાં મંદી રહી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, આઈટીસી, ઇન્ફોસીસ અને એચડીએફસી બેંકના શેરમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. માર્કેટ બ્રીડ્‌થ આજે તેજીમાં રહ હતી. બીએસઈમાં ૨૮૭૫ કંપનીઓમાં કારોબાર થયો હતો જે પૈકી ૧૪૦૮ શેરમાં તેજી અને ૧૨૯૯ શેરમાં મંદી રહી હતી. ૧૬૮ શેર યથાસ્થિતિમાં રહ્યા હતા. બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સમાં ૭૦ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૧૫૦૦ રહી હતી. વિદેશી મૂડીરોકાણકારોએ માર્ચના પ્રથમ ૧૫ દિવસના ગાળામાં સ્થાનિક માર્કેટ મૂડીમાં ૨૦૪૦૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. માર્ચ મહિનામાં વિદેશી મૂડીરોકાણકારો ભારે આશાસ્પદ દેખાયા છે. રેટને યથાવતસ્થિતિમાં રાખવાના અમેરિકી ફેડરલના નિર્ણયની સાથે સાથે અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર કરારથી હકારાત્મક માહોલ સર્જાઈ ગયો છે. ફેબ્રુઆરી મહિનામાં જ વિદેશી રોકણકારોએ ઇક્વિટી અને સાથે સાથે ડેબ્ટ માર્કેટમાં ૧૧૧૮૨ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. નવેસરના આંકડા દર્શાવે છે કે, વિદેશી મૂડીરોકાણકારોએ ઇક્વિટીમાં ૧૭૯૧૯ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે જ્યારે ડેબ્ટ માર્કેટમાં ૨૪૯૯ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યુ હતુ. શેરબજારમાં તેજી માટે કેટલાક હકારાત્મક પરિબળો જવાબદાર દેખાઇ રહ્યા છે. ગઇકાલે બીએસઈ સેંસેક્સ ૭૧ પોઇન્ટ ઉછળ ૩૮૦૯૫ની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટ ૩૫ પોઇન્ટ ઉછલી ૧૧૪૬૨ની સપાટીએ બંધ રહ્યો હતો. હાલમાં તેજીના પરિણામે બીએસઈમાં મૂડીરોકાણકારો છેલ્લા પાંચ કારોબારી સેશનમાં ૩.૯૧ લાખ કરોડ સુધી અમીર બની ગયા હતા. કારણ કે, બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ મૂડી ૧૪૮૫૮૦૦૩ કરોડ સુધી પહોંચી ગઈ હતી જે ૮ માર્ચના દિવસે ૧૪૪૬૭૦૮૭ કરોડ રહી હતી.માર્કેટ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, ચૂંટણી પહેલા તેજી રહી શકે છે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સત્તામાં ફરી વાપસી થવાના સંકેત વધુ મજબૂત બનતા નવી આશા જાગી છે. રંગોના તહેવાર હોળી દિવસે ઇક્વિટી ફોરેક્સ અને કોમોડિટી માર્કેટ બંધ રહેશે. લોકસભાની ચૂંટણી માટે કાર્યક્રમ જાહેર થયા બાદ જોરદાર તેજી આવી ગઈ છે. શુક્રવારના દિવસે જારી કરાયેલા આંકડામાં દર્શાવવામાં આવ્યું હતું કે, ટ્રેડ ડેફિસિટનો આંકડો ફેબ્રુઆરી મહિનામાં ૧૭ મહિનાની નીચી સપાટીએ ૯.૬ અબજ ડોલર સુધી રહ્યો તો. અન્ય જે વૈશ્વિક પરિબળો નવા સપ્તાહમાં જોવા મળશે તેમાં બેંક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા ગુરુવારના દિવસે વ્યાજદરને લઇને કયા પ્રકારના નિર્ણય લેવામાં આવે છે તે પણ મહત્વપૂર્ણ રહેશે.

Related posts

૨૦મી સુધી કાર્તિની ઇડી ધરપકડ નહીં કરી શકે : હાલમાં રાહત

aapnugujarat

મોનિટરી પોલિસીમાં રેપો અને રિવર્સ રેપોરેટ યથાવત

aapnugujarat

દિલ્હી સરકાર પર બસ ગોટાળાનો અજય માકનનો આરોપ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1