Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દિલ્હી સરકાર પર બસ ગોટાળાનો અજય માકનનો આરોપ

દિલ્હી પ્રદેશ કોંગ્રેસે આમ આદમી પાર્ટીની સરકારને ભાવ વધારવાના આરોપમાં નિશાને લીધી છે. દિલ્હીના કોંગ્રેસ કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી પ્રદેશ અધ્યક્ષ અજય માકને આરોપ લગાવ્યો કે, દિલ્હીની કેજરીવાલ સરકાર ૧૦૦૦ ઇ-બસોની ખરીદીમાં લગભગ ૭૫૦ કરોડ રૂપિયાનો ગોટાળો કરવાની તૈયારી કરી રહી છે.
અજય માકનનો આરોપ છે કે, EPCAએ પોતાના રિપોર્ટમાં એક ઇ-બસની કોસ્ટ લગભગ ૭૫ લાખ થી લઇને ૧.૭૫ કરોડ પ્રતિ બસ લગાવી, પરંતુ દિલ્હી સરકાર પ્રતિ બસની કોસ્ટ ૭૫ લાખ રૂપિયા વધારે દર્શાવી એટલે કે એક બસની કિંમત ૨.૫ કરોડ રૂપિયા દર્શાવી આ ગોટાળાને અંજામ આપવા માંગે છે.
તેમજ તેમણે પોતાના આરોપોમાં કહ્યું કે, બેંગલુરુ અને હૈદરાબાદમાં બસ ચલાવવા માટે પ્રાઇવેટ ઓપરેટરોને ૪૦ રૂપિયા પ્રતિકિલોમીટર દર નિર્ધારિત છે, જેમાં ઓપરેટરોને કોઇ સબસીડી પણ આપવામાં આવતી નથી. જ્યારે દિલ્હી સરકાર ઓપરેટરના દર ૫૫ રૂપિયા પ્રતિકિલોમીટર નક્કી કરી રહી છે અને સાથે જ પ્રતિબસ ૧ કરોડની સબસીડી પણ આપી રહી છે.
અજય માકન કહ્યું કે, મુખ્યમંત્રી કેજરીવાલે દાવો કર્યો હતો કે પ્રત્યેક કેબિનેટ બેઠકની રેકોર્ડિંગ થશે, જેથી તેનું સીધું પ્રસારણ કરી શકાય અને સરકારના કામો અને નિર્ણયોમાં પારદર્શીતા લાવી શકાય. પરંતું અત્યાર સુધી આવું કંઇ થયું નથી. કેજરીવાલ સરકારે કેમેરા બંધ કરાવીને કેબિનેટની બેઠકમાં ૧૦૦૦ ઇ-બસોની ખરીદીને મંજૂરી આપી દીધી.

Related posts

२६ दिसम्बर को सूर्य ग्रहण

aapnugujarat

बंद हो जाएगा दिल्ली-NCR की नाइटलाइफ का अड्डा!

aapnugujarat

अनुच्छेद 370 हटाकर केन्द्र ने जमूरियत का दिल जीता : जितेन्द्र सिंह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1