Aapnu Gujarat
બિઝનેસ

સાત પીએસયુમાં વ્યૂહાત્મક વેચાણ માટે સરકાર ઇચ્છુક

મોદી સરકાર સાત પીએસયુના વ્યૂહાત્મક વેચાણની દિશામાં આગળ વધવાની તૈયારી કરી ચુકી છે. સાત પીએસયુમાં વેચાણને લઇને તમામ તૈયારીઓ કરવામાં આવી ચુકી છે. આ પીએસયુની યાદી પણ તૈયાર કરી લેવામાં આવી ચુકી છે. પવનહંસ જેવા અન્યોમાં પણ સરકાર રસ ધરાવે છે. અટલ બિહારી વાજપેયી સરકારે પોતાના ગાળા દરમિયાન વ્યૂહાત્મક વેચાણની દિશામાં આગેકૂચ કરી હતી. હાલમાં જ કેન્દ્રીય કેબિનેટે હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં સરકારી હિસ્સેદારીને લઇને નિર્ણય કરવામાં આવ્યો હતો. પેટ્રોલિયમ સેક્ટરમાં પણ મજબૂતી લાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. સુત્રોએ કહ્યું છે કે, સરકાર દ્વારા વ્યૂહાત્મક વેચાણની યાદીમાં અડધી ડઝન જેટલી કંપનીઓને મુકી દીધી છે જેમાં પ્રોજેક્ટ એન્ડ ડેવલપમેન્ટ, નેશનલ પ્રોજેક્ટ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન, એન્જિનિયરિંગ પ્રોજેક્ટ ઇન્ડિયા, હિન્દુસ્તાન પ્રેફબ અને હોસ્પિટલ કન્સલ્ટન્સી કોર્પોરેશનનો સમાવેશ થાય છે. કેટલીક કંપનીઓપબ્લિક સેક્ટર ક્ષેત્રમાં યોગ્ય લોકોની શોધખોળ કરી રહી છે. ડિસઇન્વેસ્ટમેન્ટ મારફતે સરકાર અતિ ઝડપથી આગળ વધવા માંગે છે. સાત પીએસયુમાં વ્યૂહાત્મક વેચાણ માટેની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં પવનહંસનો સમાવેશ થાય છે. હેલિકોપ્ટર સેવા ઉપલબ્ધ કરાવતી કંપની પવનહંસ સહિત સાત કંપનીઓમાં વ્યૂહાત્મક વેચાણ સરકાર કરવા ઇચ્છુક છે. સરકાર આશાવાદી છે કે, બે ડઝન જેટલી કંપનીઓના મર્જર મારફતે સ્થિતિને વધુ મજબૂત કરશે. સાથે સાથે જુદા જુદા સેક્ટર પર વધુ અસરકારકરીતે ધ્યાન આપી શકશે. હાલમાં જ પીએસયુ કંપનીઓ દ્વારા પણ આ દિશામાં હિલચાલ હાથ ધરવામાં આવી છે. સરકાર તરફથી કઇ કંપનીમાં કેટલો હિસ્સો વેચાશે તે અંગે હજુ વાત કરી નથી.

Related posts

ગૌતમે મને અને પુત્રીઓને માર માર્યો, પણ અંબાણી પરિવારે અમને બચાવ્યા : નવાઝ

aapnugujarat

કેન્દ્ર પાસે રાજ્યોને જીએસટીનું વળતર ચૂકવવા નાણાં નથી

editor

ઔદ્યોગિક મૂડીરોકાણમાં ગુજરાત દેશમાં અવ્વલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1