Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવા માટે ૨૦૧૯ સુધી રોકાવાની જરૂર નથી : શિવસેના

શિવસેનાના મુખપત્ર સામના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવા માટે ૨૦૧૯ સુધી રોકાવાની જરૂર નથી. આવી ઘોષણા વડાપ્રધાન મોદી હજીપણ કરી શકે છે અને આ એલાન તેમણે તાત્કાલિક કરવું જોઈએ તેવો શિવસેનાનો આગ્રહ છે. સામનાના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે શશી થરુરના નિવેદનને ગંભીરતાથી લેવાની જરૂરત નથી. પરંતુ ભાજપે તેમ છતાં બૂમરાણ મચાવવાનું શરૂ કર્યું છે.
મહત્વપૂર્ણ છે કે થરુરે ૨૦૧૯માં ભાજપની જીત બાદ ભારતના હિંદુ પાકિસ્તાન બનવાની વિવાદીત ટીપ્પણી કરી હતી. સામનાના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે ભાજપના એક ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે ટીપ્પણી કરી છે કે ભગવાન શ્રીરામ પણ બળાત્કારને રોકી શકે નહીં. આ ટીપ્પણી તમામ હિંદુઓનું અપમાન છે. શું આના માટે અમિત શાહ માફી માગશે? સામનાના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે મણિશંકર અય્યર, દિગ્વિજયસિંહ, થરુરના નિવેદનોથી માત્ર મનોરંજન થઈ રહ્યું છે. આ વાત જેમની સમજમાં આવતી નથી. તેઓ કારણ વગર રાજકારણમાં દખલગીરી કરી રહ્યા છે.
સામનાના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે થરુર, અય્યર અને દિગ્વિજય સિંહ ભાજપની રાજનીતિનું પોષણ થાય તેવા જ નિવેદનો આપતા રહે છે. શિવસેનાનું કહેવું છે કે થરુર કહે છે કે ભારત હિંદુ પાકિસ્તાન બની જશે. સંઘનો આ એજન્ડા છે અને થરુરે તેને કોંગ્રેસના મંચ પરથી પ્રસ્તુત કર્યું છે. સંઘ પરિવાર હંમેશા કહે છે કે હિંદુસ્તાનનું વિભાજન કોંગ્રેસને કારણે થયું છે. કોંગ્રેસ ભાગલા માટે અપરાધી છે.
પાકિસ્તાન જો ધર્મના નામ પર બન્યું હોય. તો બાકી બચેલું ભારત હિંદુસ્તાન એટલે કે હિંદુ રાષ્ટ્ર છે. પરંતુ નહેરુ-પટેલે હિંદુસ્તાનને ધર્મનિરપેક્ષ બનાવવાનું કામ કર્યું છે. સામનાના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે જો નહેરુએ આ અપરાધ કર્યો છે. તો આ ભૂલને સુધરવાનો મોકો દેશની જનતાએ ભાજપને બે વખત આપ્યો છે. માટે ભારતને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવા માટે ૨૦૧૯ સુધી રોકાવાની જરૂર નથી. આવું એલાન મોદી અત્યારે પણ કરી શકે છે અને આવી ઘોષણા તાત્કાલિક કરવી જોઈએ તેવો શિવસેનાનો આગ્રહ છે.
ભાજપ પર કટાક્ષ કરતા શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું છે કે અયોધ્યામાં રામનું મંદિર બની શક્યું નથી. પંરતુ લોકોની ભાવનાઓને પોતાની તરફ ખેંચવા માટે રામાયણ એક્સપ્રેસ ચલાવવાનું કામ રેલવે કરે છે. ૨૦૧૯ સુધી આ ગેસના ફુગ્ગા હવામાં છોડવામાં આવશે અને ૨૦૧૯માં ફરીથી નવી ઘોષણાઓ કરવામાં આવશે.

Related posts

આસામનાં તેજપુરથી ઉડેલું સુખોઈ-૩૦ લાપતા, સર્ચ ઓપરેશન શરૂ

aapnugujarat

महाराष्ट्र का सीएम बीजेपी से ही होना चाहिए : आठवले

aapnugujarat

અંબાણી, માલ્યા અને નીરવને કરોડો, જ્યારે દેશના ખેડૂતોને સાડા ત્રણ રૂપિયા : રાહુલ ગાંધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1