તેજપુર એરપોર્ટ પરથી સવારે ૯.૩૦ કલાકે ઉડાન ભર્યા બાદ વાયુસેનાનું વિમાન સુખોઈ-૩૦ લાપતા થઈ ગયું છે. ઉત્તર તેજપુરમાં ૬૦ કિમી દૂર ગયા બાદ પ્લેન રડારમાંથી અદ્રશ્ય થઈ ગયું હતું. પ્લેનમાં ૨ પાયલોટ સવાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સુખોઈ-૩૦ તેના રુટિન મિશન પર હતું. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે.ઈન્ડિયન એરફોર્સના સૂત્રોના જણાવ્યા મુજબ, આ એરક્રાફ્ટ માટે સર્ચ ઓપરેશન ચાલુ કરી દેવામાં આવ્યું છે. પાયલટ અંગે કોઈ માહિતી મળી શકી નથી.આ પહેલા ૧૫ માર્ચે સુખોઈ-૩૦ એમકેઆઈ જેટ રાજસ્થાનના બાડમેર જિલ્લાના શિવકર કુડલા ગામમાં ક્રેશ થયું હતું. જેમાં ત્રણ ગ્રામજનો ઘાયલ થયા હતા.સુખોઈ-૩૦એમકે ટૂ સીટર ફાઇટર જેટ છે. જે ગાઈડેડ અને અનગાઈડેડ એરક્રાફ્ટ ડિઝાઇન તથા ઓપરેશન (એઓડી) ઉપયોગ કરીને જમીન તથા આકાશમાંથી ટાર્ગેટ કરવા કેપેબલ છે.