Aapnu Gujarat
ગુજરાત

ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા મહિલાઓએ ઢુંઢિયા દેવની પૂજા કરી

એક બાજુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદને કારણે નદીઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. તો બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં મેઘરાજા રિસાયા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ગ્રામિણ વિસ્તારમાં મહિલાઓ માટીના ઢુંઢીયા દેવ બનાવીને મેઘરાજાને રીઝવવી રહી છે.
રાજ્યમાં ચોમાસુ સક્રિય થયું છે. જોકે અત્યાર સુધી મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોને ઘમરોળ્યા છે. પરંતુ પરંતુ બનસાકાંઠા સહિત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હજુ મેઘરાજાએ દેખા દીધી નથી.. ધરતીપુત્રોએ વાવણી કરી છે. પરંતુ વરસાદ ન આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. તો સ્થાનિકોની મુશ્કેલી વધી છે. ત્યારે રિસાયેલા મેઘરાજાને મનાવવા હવે સ્થાનિકો વરૂણદેવને પ્રાર્થના કરી રહ્યા છે. ડીસા તાલુકાના જોરપુરા ગામમાં મહિલાઓએ માટીમાંથી ઢુંઢીયા દેવ બનાવ્યા છે. અને તેમને જળાભિષેક કરીને વરૂણદેવને રીઝવવા પ્રયત્ન કરી રહ્યા છે.
પ્રાચીન સમયથી ચાલી આવતી આ રૂઢિગત પ્રણાલી આજે પણ જીવંત છે. ત્યારે ખેડૂતો પણ આશા રાખી બેઠા છે કે ઢુંઢીયા દેવની પૂજા થઇ છે. ત્યારે હવે વરસાદ જરૂર આવશે.
એક બાજુ સિંચાઈના પાણી નથી. તેવામાં જો હજુ પણ અઠવાડિયા સુધીમાં ઉત્તરગુજરાતમાં વરસાદ નહીં થાય તો વાવણી કરીને બેઠેલા ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતી છે.

Related posts

ગુજરાત રાજયનું ગૌરવ : પૂર્વગ દેસાઇ

editor

૨૬૦ કરોડનાં કૌભાંડી વિનય શાહની પત્ની ભાર્ગવી છ દિવસના રિમાન્ડ પર

aapnugujarat

नये भारत के निर्माण में बढ़त ले : स्वतंत्रता दिवस पर मुख्यमंत्री द्वारा लोगों को संदेश

aapnugujarat

Leave a Comment

UA-96247877-1