Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકાના હવાઈ હુમલામાં ફઝલુલ્લાનું મોત

અફઘાનિસ્તાનમાં અમેરિકા દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં ખતરનાક પાકિસ્તાની તાલિબાની લીડર મુલ્લા ફઝલુલ્લાનું મોત થઇ ગયું છે. અફઘાન ડિફેન્સ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે, મુલ્લાના મોત બાદ અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી ઘટે તેવા સંકેત પણ દેખાઈ રહ્યા છે. અમેરિકી સેનાએ માહિતી આપતા કહ્યું છે કે, પૂર્વીય અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેનું મોત થયું છે. કુનાર પ્રાંત પાકિસ્તાની સરહદ ઉપર સ્થિત છે. ફઝલુલ્લાને ટાર્ગેટ બનાવીને આ હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. ફઝલુલ્લા પાકિસ્તાનના મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદીઓની યાદીમાં હતો અને તે પાકિસ્તાનમાં કરવામાં આવેલા અનેક આતંકવાદીઓ હુમલામાં સામેલ રહ્યો હતો જેમાં વર્ષ ૨૦૧૪માં કરવામાં આવેલા સ્કુલ પરના આત્મઘાતી હુમલાનો સમાવેશ થાય છે જેમાં ૧૩૨ બાળકોના મોત થયા હતા. ૨૦૧૨માં સ્કુલ વિદ્યાર્થીની મલાલા ઉપર હુમલામાં પણ તેનો હાથ હતો. મલાલાને ત્યારબાદ નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. અમેરિકાએ ખુલાસો કરતા કહ્યું છે કે, પાકિસ્તાની તાલિબાની લીડર મુલ્લા ફઝલુલ્લાનું મોત થઇ ચુક્યું છે. કુનાર પ્રાંતમાં મારાવેરા જિલ્લામાં આ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં તેનું મોત થયું છે. ગુરુવારે સવારે હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં હવે સુધારો થઇ શકે છે. ફઝલુલ્લા પર પાંચ મિલિયન ડોલરનું ઇનામ રાખવામાં આવ્યું હતું. અમેરિકા દ્વારા આ ઇનામ જાહેર કરાયું હતું. અનેક આતંકવાદી હુમલામાં તે સીધીરીતે સંડોવાયેલો હતો. યુસુફજાઈ પર હુમલાનો આદેશ પણ તેના દ્વારા જ અપાયો હતો જેમાં મલાલા ઘાયલ થઇ હતી. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં તાલિબાનો ઘણા સમયથી સક્રિય રહ્યા છે. તેના મોતથી તાલિબાનને ફટકો પડ્યો છે.

Related posts

पूर्वी कालिमैनटन में होगी इंडोनेशिया की नई राजधानी

aapnugujarat

चीन सीमा पर सैन्याभ्यास की रिपोर्ट को भारतीय सेना ने किया खारिज

aapnugujarat

WHO એ વિશ્વની પહેલી મેલેરિયાની રસીના ઉપયોગ પર મંજૂરીની મ્હોર મારી

editor

Leave a Comment

UA-96247877-1