Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

WHO એ વિશ્વની પહેલી મેલેરિયાની રસીના ઉપયોગ પર મંજૂરીની મ્હોર મારી

WHO ના ડેટા મુજબ ૨૦૧૭માં વિશ્વમાં મેલેરિયાના કુલ કેસોમાં ૯૨ ટકા કેસ આફ્રિકામાં હતા. તે વર્ષે સમગ્ર વિશ્વમાં મેલેરિયાથી ૪,૩૫,૦૦૦ મોત થયા, જે અગાઉના વર્ષ કરતાં ઓછા હતા.મેલેરિયા વાસ્તવમાં પ્લાસમોડિયમ ફાલ્સીફોરમ પેરેસાઇટ્‌સથી ફેલાય છે. તે એનોફેલ્સ મચ્છર દ્વારા ચટકો ભરવાના માર્ગે શરીરમાં દાખલ થાય છે. આ પેરાસાઇટનું જીવનચક્ર એટલું જટિલ હોય છે કે તેના રોકવા માટે રસી બનાવવી લગભગ અશક્ય થઈ ગઈ હતી. તેનું જીવનચક્ર ત્યારે શરુ થાય છે જ્યારે માદા મચ્છર માણસને ચટકો ભરે છે. તે લોહીમાં પ્લાસમોડિયમના સ્પોરોજાેઇટને છોડે છે. તે સ્પોરોજાેઇટ માણસના લિવરમાં વધી જાય છે અને મીરોજાેઇટ બની જાય છે. પછી તે લાલ રક્તકોષિકાઓને શિકાર બનાવે છે અને તેમની સંખ્યા વધતી રહે છે. તેના લીધે તાવ, માથામાં દુઃખાવો, સ્નાયુઓમાં દુઃખાવો અને ઘણી વખત એનીમિયા પણ થાય છે. આ પેરાસાઇટ પ્રજનન માટે જરુરી ગમીટોસાઇટને લોહીમાં મુક્ત કરે છે. જ્યારે બીજાે મચ્છર કાપે છે ત્યારે લોહીની સાથે ગમીટોસાઇટ તેની જાેડે જતા રહે છે. પડકારજનક વાત એ છે કે જીવનના દરેક ચરણમાં આ પેરાસાઇટની સપાટી પર લાગેલું પ્રોટિન બદલાતું રહે છે. તેના લીધે તે શરીરની રોગપ્રતિકારક પ્રણાલિથી બચતું રહે છે. વેક્સિન સામાન્ય રીતે આ પ્રોટિનને ટાર્ગેટ કરીને બનાવાય છે, તેથી તેમા સફળતા મળતી ન હતી. વેક્સિન મોક્સિક્વિરિક્સ અહીં કારગર સાબિત થાય છે. તે પેરાસાઇટના સ્પોરોજાઇટ પર હુમલો કરે છે. વેક્સિનમાં તે જ પ્રોટિન લગાવાય છે જે જે પેરાસાઇટને તે સ્ટેજ પર લાગ્યું હોય છે. રોગપ્રતિકારક પ્રણાલિ આ પ્રોટિનને ઓળખી કાઢે છ અને તે શરીરમાં પ્રતિરોધક ક્ષમતા સર્જે છે. મોસ્કિવિરિક્સને ૧૯૮૦માં બેલ્જિયમમાં સ્મિથક્લાઇન-રિટની ટીમે બનાવી હતી, જે હવે જીએસકેનો હિસ્સો છે. જાે કે આ રસીને લાંબા સમય સુધી સફળતા મળી ન હતી. ૨૦૦૪માં તેણે મોઝામ્બિકમાં એકથી ચાર વર્ષના બે હજાર બાળકો પર ટ્રાયલ કર્યો હતો. તેમા છ મહિના પછી ચેપ ૫૭ ટકા ઘટયો હતો. જાે કે પછી ડેટા નિરાશાજનક આવવા લાગ્યો. ૨૦૦૯થી ૨૦૧૧ સુધી આફ્રિકાના સાત દેશોના બાળકો પર ટ્રાયલ કરાયો તો પહેલા ડોઝમાં કોઈ સુરક્ષા જાેવા ન મળી. જાે કે પહેલો ડોઝ ૧૭થી ૨૫ મહિનાની ઉંમરે અપાતા તેમા ૪૦ ટકા ચેપ અને ૩૦ ટકા ગંભીર ચેપ ઘટી ગયા. આ રિસર્ચ ચાલુ રહ્યુ. ૨૦૧૯માં હુએ ઘાના, કેન્યા અને માલાવીમાં એક પાયલોટ પ્રોગ્રામ શરુ કર્યો. તેમા આઠ લાખથી વધારે બાળકોને રસી આપવામાં આવી. આના પરિણામના આધારે હુએ રસીના ઉપયોગને મંજૂરી આપી છે. ૨૩ લાખથી વધારે ડોઝ આપ્યા પછી તેની ગંભીરતામાં ૩૦ ટકાનો ઘટાડો થયો હતો. જાે કે હજી પણ રસીને આફ્રિકાના દેશો માટે જ ઉપયોગમાં લેવા મંજૂરી મળી છે. હાલમાં કોરોનાનું નામ પડતા દરેક જણ ડરી જાય છે. આ પહેલા એક સમય હતો જ્યારે લોકો મેલેરિયાનું નામ પડતા ડરતા હતા. કોરોનાની રસી શોધાઈ ગઈ, પણ હમણા સુધી મેલેરિયાની રસી ન હતી. ૬૦ વર્ષના પ્રયત્નો પછી મેલેરિયાની રસી શોધવામાં સફળતા સાંપડી છે. વિશ્વ આરોગ્ય સંગઠન (હુ)એ વિશ્વની પહેલી મેલેરિયાની રસીના ઉપયોગ પર મંજૂરીની મ્હોર મારી છે. હુના ચીફ ટ્રેડોસ એડનમે મેલેરિયા સામે ચાલતા જંગમાં આજના દિવસને ઐતિહાસિક ગણાવ્યો હતો. આ વેક્સિનનો સૌપ્રથમ ઉપયોગ આફ્રિકાના દેશોના તે બાળકો પર કરવામાં આવશે જેનેમેલેરિયાથી સૌથી વધારે અસર થવાનો ભય છે.

Related posts

રશિયાનો અમેરિકા પર આરોપઃ ‘નોર્થ કોરિયાને ભડકાવી રહ્યું છે અમેરિકા’

aapnugujarat

દુશ્મન દેશના વિમાનનું પગેરું મેળવવા ચીન વિકસાવી રહ્યુ છે જાસૂસી વિમાન

aapnugujarat

भारत से रोजाना करतारपुर साहिब के दर्शन के लिए 5000 श्रद्धालु जा सकेंगे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1