Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

દુશ્મન દેશના વિમાનનું પગેરું મેળવવા ચીન વિકસાવી રહ્યુ છે જાસૂસી વિમાન

દુશ્મન દેશના સ્ટિલ્થ વિમાનને શોધી કાઢવા રડાર યંત્રણાથી સજ્જ તેમજ વિમાનવાહક જહાજમાંથી ઉડાડી શકાય તેવું કેજે-૬૦૦ જાસૂસી વિમાન ચીન વિકસાવી રહ્યું છે. અમેરિકાનો પૂર્વના દેશમાં વધી રહેલો પ્રભાવ અને દક્ષિણ ચીન સાગર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે ચીન સૈન્ય તાકાતમાં વધારો કરી રહ્યું છે. ચીનના વધતા જતા પ્રભુત્વને ખાળવા છેલ્લાં એક વર્ષ દરમિયાન અમેરિકાએ જાપાન તેમજ એશિયા પૅસિફિકના અન્ય વિસ્તારોમાં એફ-૩૫ સ્ટિલ્થ યુદ્ધવિમાનો ગોઠવ્યા બાદ ચીન અકળાયું છે અને તેણે પોતાના સૈન્ય પ્રોજેક્ટમાં ગતિ આપી છે જે અંતર્ગત ચીન વધુ એક સશક્ત જાસૂસી વિમાન બનાવવામાં લાગ્યું છે. ચીનના લશ્કરી અધિકારીઓના જણાવ્યા મુજબ કેજે-૬૦૦ નામના આ જાસૂસી વિમાનમાં એવી રડાર ટેકનોલોજીની ગોઠવણ છે કે જે અમેરિકાના એફ-૨૨ અને એફ-૩૫ જેવા સ્ટિલ્થ વિમાનનું પગેરું મેળવી શકે છે. ચીનનું આ જાસૂસી વિમાન ઓછી ઊંચાઈએ ઉડતા દુશ્મન દેશના સ્ટિલ્થ વિમાનને પણ શોધી કાઢવાની ક્ષમતા ધરાવે છે. શાંઘાઈ ખાતે હાલ જેનું બાંધકામ ચાલી રહ્યું છે તે ત્રીજા વિમાનવાહક જહાજ પર કે-જે-૬૦૦ જાસૂસી વિમાનને ગોઠવવામાં આવશે.ચીને, વર્ષ ૨૦૧૨માં રશિયન બનાવટના વિમાનવાહક જહાજમાં સુધાર-વધારા કરી પ્રથમ વિમાનવાહક જહાજ તરતું મૂક્યું હતું. વર્ષ ૨૦૧૭માં ચીને બીજા વિમાનવાહક જહાજના નિર્માણનું કામ શરૂ કર્યું હતું. જેની ટ્રાયલ આવતા મહિને કરવામાં આવે તેવી શક્યતા છે. આ સાથે જ ચીને ત્રીજા વિમાનવાહક જહાજનું શાંઘાઈ ખાતે નિર્માણ કરવામાં આવશે એવી જાહેરાત પણ કરી દીધી છે.

Related posts

Rohingya’s “threat to the security” of entire nation : PM Sheikh Hasina

aapnugujarat

थाईलैंड में बस और ट्रेन की टक्कर में 17 की मौत

editor

જમાત ઉદ દાવા દ્વારા હિંસક કાર્યવાહીઓમાં બાળકોનો ઉપયોગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1