Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાહુલ ગાંધીનો મેઘાલય પ્રવાસ રદ્દ

પૂર્વોત્તર રાજ્ય મેઘાલયમાં ૨૭ ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મેઘાલયના તુરા પ્રવાસે જવાના છે. તુરા પ્રવાસે જવા માટે તેમને ૨૦ વર્ષ જૂનું હેલિકોપ્ટર આપવામાં આવ્યું હતું. બાદમાં રાહુલનો તુરા પ્રવાસ રદ્દ કરી દેવામાં આવ્યો છે. રાહુલને આપવામાં આવેલા હેલિકોપ્ટરમાં સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપે વાંધો વ્યક્ત કર્યો છે.
રાહુલ ગાંધી મંગળવારથી મેઘાલયના ચૂંટણી પ્રવાસે જવાના છે. રાહુલ ગાંધી જાન્યુઆરી મહિનાની ૩૦ અને ૩૧મી તારીખે મેઘાલયના પ્રવાસે જવાના હતા, પરંતુ સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપે તુરા પ્રવાસ માટે અપાયેલા હેલિકોપ્ટરને સુરક્ષાના કારણોસર રદ્દ કરી દેતા રાહુલનો તુરા પ્રવાસ રદ્દ કરી દેવામાં આવ્યો છે. એસપીજીના જણાવ્યાં મુજબ, રાહુલના તુરા પ્રવાસ માટે ૨૦ વર્ષ જૂનું હેલિકોપ્ટર આપવામાં આવ્યું છે.આ અગાઉ ગણતંત્ર દિવસે એસપીજીની અપીલ પર રાહુલ ગાંધીને ચોથી હરોળના બદલે છઠ્ઠી હરોળમાં બેસાડવામાં આવ્યા હતાં. આ પ્રથમવાર બન્યું કે જ્યારે ગણતંત્ર દિવસના સમારોહ દરમ્યાન રાજપથ પર કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષને પહેલી હરોળમાં બેસવાનુ સ્થાન મળ્યું નહીં. ઉલ્લેખનીય છે કે, ૨૭ ફેબ્રુઆરીએ મેઘાલયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને ૩ માર્ચે મતગણતરી હાથ ધરાશે

Related posts

राजनाथ ने चीन को दी चेतावनी, कहा – भारत के आत्म-सम्मान पर चोट बर्दाश्त नहीं करेंगे

editor

દુનિયામાં થયેલા ત્રાસવાદી હુમલાનું સેન્ટર એક રહ્યું છે

aapnugujarat

૧૧ મે સુધી ઘણા રાજ્યોમાં વરસાદની આગાહી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1