Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સારવારમાં મોટી રાહત આપવા મોદી સરકાર તૈયાર

કેન્દ્રની મોદી સરકાર સારવારને લઇને મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ સરકાર મેડિકલમાં જરૂરી સાધનોને સસ્તા કરવાની દિશામાં આગળ વધી રહી છે. કેન્દ્રની મોદી સરકાર કિંમતોમાં ઘટાડો કરીને સામાન્ય લોકોને રાહત આપી શકે છે. સરકાર આ ડિવાઈસના ટ્રેડ માર્જિનને ૩૦ ટકા સુધી મર્યાદિત કરવા વિચારી રહી છે. આનાથી ડિસ્ટ્રીબ્યુટર્સ, હોલસેલર્સ, રિટેલર્સ અને હોસ્પિટલો તરફથી દર્દીઓને વધુ વસુલી કરવાની પ્રક્રિયા ઉપર બ્રેક મુકી શકાશે. સરકારના થિંકટેંક નીતિ આયોગે સૂચન કર્યું છે કે, મેડિકલ ડિવાઇઝને સસ્તા કરી શકાય છે. આ ડિવાઇઝને ટ્રેડ માર્જિનને તર્કસંગત બનાવવાને લઇને વિચારણા કરી શકાય છે. આ હેઠળ પહેલા પોઇન્ટ ઓફ સેલ ઉપર ડિવાઇઝને ૩૦ ટકા માર્જિન સુધી લાવવાની ભલામણ કરાઈ છે. તાજેતરમાં પીએમઓની સાથે યોજાયેલી બેઠકમાં આ પ્રસ્તાવ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. નીતિ આયોગે આ મામલાને લઇને મેડિકલ ડિવાઇઝ મેન્યુફેક્ચર્સ અને પબ્લિક હેલ્થ ગ્રુપના લોકો સાથે વાતચીત કરી હતી. તમામ સંબંધિત પક્ષો સાથે પણ વાતચીત કરવામાં આવી હતી. નીતિ આયોગે પોષાય તેવી દવાઓ અને હેલ્થ પ્રોડક્ટની સ્ટેન્ડિંગ કમિટિને કહ્યું છે કે, તેને એક એવી મેડિકલ સાધનોની યાદીની જરૂર છે જેને માર્જિનને મર્યાદિત કરી શકાય છે. સાથે સાથે વધારે ઉત્પાદન કરી શકાય છે. હાલમાં ૭૫ ટકા મેડિકલ ડિવાઇઝની આયાત કરવામાં આવે છે. એટલું જ નહીં આ આયાતમાં ૮૦ ટકા સાધનો એવા હોય છે જેનો ઉપયોગ જટિલ સારવાર માટે કરવામાં આવે છે. દેશમાં મેડિકલ ડિવાઇઝની કિંમતો ઉપર સરકારનું કોઇ નિયંત્રણ નથી. કાર્ડિયેકસ્ટેન્ટ, ડ્રગ અને અન્ય ચીજવસ્તુઓની આયાત કરવામાં આવે છે. સરકાર તમામ જરૂરી દવાઓની રાષ્ટ્રીય યાદી તૈયાર કરી ચુકી છે. આગામી દિવસોમાં તબીબી સાધનો સસ્તા કરી શકાય છે જેથી લોકોને ખર્ચમાં ઘટાડાનો લાભ મળશે.

Related posts

२०१९ का रास्ता साफ हुआ है : उत्तरप्रदेश निकाय चुनाव में जीत के बाद सीएम योगी आदित्यनाथ की प्रतिक्रिया

aapnugujarat

मेरे सहयोग के लिए सभी वीर जवानों का आभार : रावत

aapnugujarat

ગામો અને સ્ટેશનના નામને બદલવા ૨૭ પ્રસ્તાવ આવ્યાં : ગૃહ મંત્રાલય સમક્ષ નવી દુવિધા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1