Aapnu Gujarat
ગુજરાત

લાંભા તળાવમાં બે સગીર, મહિલા સહિત ૩ ડૂબી ગયા

શહેરના પૂર્વ વિસ્તારમાં નારોલથી આગળ આવેલ લાંભા ગામમાં તળાવમાં માછલી પકડવા ગયેલી એક મહિલા, એક કિશોર સહિત ત્રણ વ્યકિતઓના ડૂબી જવાથી મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. લાંભા ગામના તળાવમાં ત્રણ વ્યક્તિ ડૂબી હોવાની જાણ થતાં ગામ લોકો તળાવ કાંઠે ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્‌યા હતા. ફાયરબ્રિગેડના જવાનોએ તળાવમાં ડૂબેલા વ્યકિતઓને બચાવવા અને તેમને શોધવા ભારે જહેમતભર્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે, બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને બે વ્યકિતઓના તળાવમાં ડૂબી જવાથી મોતની ઘટનાને પગલે ભારે અરેરાટીની લાગણી પણ ફેલાઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ ત્યાં દોડી ગઇ હતી અને સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તળાવમાં ડૂબીને મૃત્યુ પામનાર પંદર વર્ષના સગીરનું નામ લોરેન્સ મહેશ ખ્રિસ્તી અને ૩૫ વર્ષીય મહિલાનું નામ આસ્મા મુઝફ્ફરઅલી સૈય્યદ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. પોલીસે બંને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા. જયારે તળાવમાં ડૂબેલા ત્રીજી વ્યકિતને શોધવા માટે ફાયરબ્રિગેડના જવાનો દ્વારા ભારે જહેમતભર્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જો કે, આખરે ત્રીજી વ્યકિત પણ ડૂબેલી હાલતમાં મળી આવી હતી, જે ૧૭ વર્ષનો સગીર હતો પરંતુ તેની ઓળખ થઇ શકી ન હતી, તેથી ફાયરબ્રિગેડના જવાનોએ તેની ઓળખ માટે સ્થાનિક અસલાલી પોલીસની મદદ લીધી હતી. ઘટનાની જાણ થતાં અસલાલી પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે તમામ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી આ બનાવ અંગે સ્થાનિક લોકોની પૂછપરછ કરી હતી અને આ અંગે જરૂરી ગુનો નોંધી તપાસ જારી રાખી હતી. જો કે, બે સગીર અને એક મહિલાના આ પ્રકારે તળાવમાં ડૂબી જવાથી મોતને લઇ સ્થાનિક રહીશોમાં અનેક અટકળો અને તર્ક વિતર્કો થઇ રહ્યા હતા, તેથી પોલીસે સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

Related posts

ભાવનગરમાંથી  ઇંગ્લીશ દારૂ ઝડપાયો

editor

બોગસ આધાર, ઇલેકશન કાર્ડ બનાવવાનો કૌભાંડ સપાટીએ

aapnugujarat

મહુવા માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંના ભાવમાં તેજી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1