Aapnu Gujarat
ગુજરાત

ભાવનગરમાંથી  ઇંગ્લીશ દારૂ ઝડપાયો

સુરેશ ત્રિવેદી , ભાવનગર

ભાવનગરની એલસીબી પોલીસે વિદેશી દારૂ બિયરનો જંગી જથ્થો ઝડપી લીધો છે.
આજરોજ ભાવનગર એલ.સી.બી. સ્ટાફ   પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન શિહોર, ભાવનગર રાજકોટ રોડ, કુષ્ણપાર્ક સોસાયટીના ગેટ પાસે આવેલ કિશાન માર્બલ ગ્રેનાઈટના કારખાના સામે, જાહેર રોડ પર આવતા હેડ.કોન્સ. રાજપાલ સિંહ સરવૈયાને બાતમીરાહે હકિકત મળેલ કે, નરેશભાઈ ઉર્ફે લતીફ નંદલાલ ભાઈ જાળેલા રહે. દેવગાણા, ભાવનગર વાળાએ એક બંધ બોડીના અશોક લેલન્ડ કંપનીના ટ્રક રજી નં.GJ-18-AZ-9531 ટ્રકમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ/બિયરનો જથ્થો મંગાવેલ છે, અને તેના મળતીયા રાહુલ બારૈયા દ્રારા આ દારુ બિયરના જથ્થાની હેરફેર કરાવવા નો છે. જે ભાવનગર રાજકોટ હાઈવે શિહોર તરફ આવવાનો છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ વોચમાં રહેતા બાતમી વર્ણનવાળો ટ્રક રજી નં. GJ-18- AZ-9531 માં ડ્રાયવર (૧) પ્રતાપસિંહ S/O હિંમતસિંગ ઓમસિંગ સિસોદીયા ઉવ. ૨૭ ધંધો.ડ્રાઈવર તથા કલીનર (૨) ભૈરુ સિંગ S/O માનસિંગ ઓમસિંગ સિસોદીયા/રાજપુત ઉવ. ૨૩ ધંધો. કલીનર રહે. બંન્ને મંજુડી, ફુલવતી બસ્તી, તા.સાલુંબર, થાણા. હિંગળા, ઉદયપુર, રાજસ્થાન હાજર મળી આવેલ. જે ટ્રક ચેક કરતા નીચે મુજબનો ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઈંગ્લીશ દારુ-બિયરનો જથ્થો મળી આવેલ.

  1. કિંગ ફીશર સુપર સ્ટ્રોગ બિયર ૫૦૦ MLની ટીન નંગ-૨૦૪૦ કિ.રૂ.૨,૦૪,૦૦૦/- 
  2. કાઉન્ટી કલ્બ ડીલક્ષ વ્હીસકી ૭૫૦ MLની બોટલો નંગ-૬૦૦ કિ.રૂ.૧,૮૦,૦૦૦/- 
  3. 50-50 બ્લ્યુ વ્હીસકી ૭૫૦ MLની બોટલ નંગ.૩૮૪ કિ.રૂ.૧,૧૫,૨૦૦/- 
  4. પ્લાસ્ટીકના ભુરા કલરના કેરેટ નંગ:- ૨૩ કિરુ.૨૩૦૦- 
  5. ટ્રક અશોક લેલન્ડ કંપનીનો રજી.નંબર- GJ-18-AZ-9531 કિરુ.૧૦,૦૦,૦૦૦/- 
  6. મોબાઈલ નંગ.૦૨ કિરુ.૧૦,૦૦૦/-  
    આ કામે પકડાયેલ આરોપીઓને પકડાયેલ ઈંગ્લીશ દારુ-બિયરના જથ્થા બાબતે પુછતા  રાજસ્થાન ઉદયપુર થી પરવત સિંગ રાઠોડના ટ્રકમાં ભરી રાહુલ ભાઈ લક્ષ્મણભાઈ બારૈયા રહે. ભાવનગર વાળાને સાથે લઈ દારુ-બિયરનો જથ્થો શિહોર દેવગાણા રહેતા નરેશભાઈ ઉર્ફે લતીફભાઈના ઘરે આપવાનો હોવાની હકીકત જણાવેલ.  
    જેથી ઉપરોક્ત જણાવેલ તમામ ઈસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી થવા માટે શિહોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એકટ હેઠળની કલમો મુજબ ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ છે.
    આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી. ઓડેદરા  તથા એન.જી. જાડેજા ની સુચના અને માર્ગ દર્શન અનુ સાર હેડ. કોન્સ રાજપાલ સિંહ સરવૈયા, ઘનશ્યામભાઈ ગોહીલ, મહેંદ્રભાઈ ચૌહાણ, હરેશભાઈ ઉલવા, બાવકુદાન કુંચાલા, તથા પો. કોન્સ. બિજલભાઈ કરમટીયા તથા ડ્રાપો. કોન્સ. મહેન્દ્રસિંહ જાડેજા વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં.

Related posts

કાંકરેજ મહાકાલ સેના દ્વારા ગાયોને લીલો ઘાસચારો અપાયો

editor

वरमोर गांव में दलित युवक की हत्या में युवती के चचेरे भाई की गिरफ्तारी

aapnugujarat

શહેરા તાલુકામાં કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ

editor

Leave a Comment

UA-96247877-1