Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાહુલ ગાંધી છેલ્લા ૧૦ વર્ષમાં કર્ણાટકના ૩૦ જિલ્લા ધમરોળનારા તેઓ પ્રથમ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જીત માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આક્રમક રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેઓ ૧૦૦ દિવસ અગાઉથી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા હતા. રાહુલ ગાંધી કર્ણાટકના ૩૦ જિલ્લા ઘૂમી વળ્યા છે. અને તેમાં પણ મોટાભાગે તેમણે બસમાં મુસાફરી કરી હતી. છેલ્લા ૧૦ વર્ષમાં કર્ણાટકના આટલા જિલ્લાઓ ધમરોળનારા તેઓ પ્રથમ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા છે.રાહુલ ગાંધીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. કોંગ્રેસ પાર્ટીના પહેલા અધ્યક્ષ છે કે જેમણે ચૂંટણી પ્રચાર માટે રાજયના દરેક ૩૦ જિલ્લાઓનો પ્રવાસ ખેડ્યો હોય. રાહુલ ગાંધીએ પોતાના કર્ણાટક ચૂંટણી પ્રચારની શરૂઆત બેલ્લારીથી આશરે ૧૦૦ દિવસ પહેલા કરી હતી.તેઓ રાજયના દરેક ભાગમાં ગયા છે. તેઓ જમીનથી લઇને પહાડ સુધી અને ઉત્તરથી લઇને દક્ષિણ સુધી દરેક વિસ્તાર માપી ચુકયા છે. કર્ણાટકમાં તેમણે મોટાભાગે સફર એક સ્પેશિયલ બસમાં કરી હતી. તેઓ લોકો સાથે સરળતાથી મળતા નજરે પડ્યા. તેમણે બેલ્લારીથી ગુલબર્ગ સુધી ૪૦૦ કિલોમીટરની મોટાભાગની યાત્રા બસથી કરી હતી.આ દરમિયાન અનેક જગ્યાએ રોકાઇને તેમણે ચૂંટણી સંબોધનો પણ કર્યા હતા. સાથે સાથે કાર્યકર્તાઓ સાથે મુલાકાત પણ કરી હતી. તેમની પહેલી મુલાકાત સફળ રહી અને પાર્ટીએ આ ફોર્મુલા જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે.રાહુલ ગાંધીએ ફેબ્રુઆરીમાં લિંગાયત બહુલ મધ્ય કર્ણાટક વિસ્તારની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં ૭ જિલ્લાઓ આવે છે. આ મુસાફરી પણ તેમણે મોટાભાગે બસથી જ કરી હતી. કેટલીક જગ્યાએ જ હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો. પોતાના ત્રીજા, ચોથા અને પાંચમાં પ્રવાસ દરમિયાન રાજયના મોટાભાગના વિસ્તારોમાં બસથી જ મુસાફરી કરી હતી.કર્ણાટકમાં પાર્ટીના કાર્યકર્તા કહે છે કે, ૧૦ વર્ષોમાં કોઇ કોંગ્રેસના અધ્યક્ષ રાજયના આટલા બાધા જિલ્લાઓમાં પ્રવાસ કર્યો નથી. તેમનો દાવો છે કે, કોઇપણ રાજકિય પાર્ટીના અધ્યક્ષ માટે રાજયના બધા જ વિસ્તારોનો પ્રવાસ કરવો એક એક રેકોર્ડ છે. કોંગ્રેસ સમર્થકોમાં રાહુલ ગાંધીનું ટેંમ્પલ રન પણ ઘણું ચર્ચાયું હતું. કર્ણાટક પ્રવાસ દરમિયાન તેણે ૨૦ કરતા વધારે મંદિરો અને મઠોમાં માથું ટેકવ્યું હતું.

Related posts

મોદી – પ્રધાનમંડળ વિસ્તરણના ભણકારા ઃ સુશીલ મોદી, સિંધિયાને સ્થાન ?

editor

જુનેદની ધરપકડ બાદ બાટલા હાઉસ એન્કાઉન્ટર બનાવટી હોવાની થિયરીનો આખરે અંત આવ્યો

aapnugujarat

મન કી બાત : કુદરત સાથે સંઘર્ષનો રસ્તો માનવીએ પસંદ કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1