Aapnu Gujarat
મનોરંજન

ટેલિવિઝનની હૉટ એક્ટ્રેસ નિયા શર્માને મળી બિગબોસ ૧૨ની ઑફર

એશિયાની થર્ડ સેક્સી વુમન તરીકેનો ખિતાબ મેળવ્યા બાદ એક્ટ્રેસ નિયા શર્મા સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે. તેના બોલ્ડ ફોટોઝ વધારે પસંદ કરવામાં આવે છે. ઝીટીવીની ફેમસ સિરીયલ ‘જમાઈ રાજા’ થી ફેમસ થયેલ નિયા શર્મા વિક્રમ ભટ્ટની વેબ સીરીઝને લઈને ચર્ચામાં છે. આ સીરીઝનું નામ ‘ટ્‌વીસ્ટેડ’ છે. નિયા આ એડલ્ટ વેબ સીરીઝમાં નજર આવવાની છે. તાજેતરમાં તેનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે.નિયા શર્માને આ શોમાં જોવા માટે તેમના ફેંસ બેકરાર છે.તાજતરમાં એક ઇન્ટરવ્યૂમાં નિયાએ ખુલાસો કર્યો છે કે, તેને બિગબોસ ૧૨ની ઓફર મળી છે.
આ ખબર સાંભળી નિયાના ફેંસ થઇ જશે ખુશ પરંતુ તમને જણાવી દઈએ કે, નિયાનો આ શોમાં જવાનો કોઈ મૂડ નથી. નિયાએ કહ્યું કે, બધાને બિગબોસની ઓફર આવે છે અને મને પણ આવી છે. મને નથી લાગતું કે, મારે આવી કોઈ ઓફરની જરૂરિયાત છે. એવું નથી કે, જો તમે બિગબોસ કરશો નહિ તો તમે જીવનમાં કોઈ વસ્તુ મિસ કરી દેશો.ઉલ્લેખનીય છે કે, ટેલીવિઝનના સુપરહીટ રીયાલીટી શો બીગ બોસના ફેંસ માટે છે ગુડન્યુઝ, જી હાં, બિગબોસની ૧૨મી સીઝન માટે ઓડીશન શરુ કરી દેવામાં આવ્યા છે. પણ આ વખતે ઓડીશનમાં ટ્‌વીસ્ટ રાખવામાં આવ્યો છે. કલર્સ ચેનલના ટ્‌વીટર હેન્ડલ પર આની જાણકારી આપવામાં આવી છે.એક ટવીટ દ્ધારા કહેવામાં આવ્યું છે કે, બિગબોસ ૧૨ જલ્દી જ શરુ થવાનું છે અને આ વિષે અમને જોડિયોમાં કન્ટેસ્ટંટસ જોઈએ છે. એટલે બિગબોસના ઘરમાં ધમાલ મચાવવા માટે પોતાની સાથે એક પાર્ટનર લઈને આવો. ઓડીશન શરુ થઇ ચુક્યું છે.

Related posts

અક્ષય વિના સિંઘ ઈઝ કિંગની સિક્વલ બનશે?

aapnugujarat

પિતા મન્સુરની ફિલ્મમાં કામ કરવાનો સૈફઅલીનો ઇનકાર

aapnugujarat

હવે ઉમંગ કુમારની ફિલ્મમાં સંજય દત્ત કામ કરવા તૈયાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1