Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આંબેડકર જ્યંતિને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારોને કડક સુચનાઓ

ગૃહમંત્રાલય દ્વારા બાબાસાહેબ આંબેડકરની જન્મજ્યંતિને લઇને રાજ્ય સરકારોને જરૂરી ચેતવણી આપી દીધી છે. સુરક્ષાને લઇને પુરતા પગલા લેવા માટે કહેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે ૧૪મી એપ્રિલના દિવસે બાબાસાહેબ આંબેડકરની જ્યંતિના દિવસે જ કોઇપણ પ્રકારની હિંસા કોઇપણ જગ્યાએ ન થાય તેની ખાતરી કરવા સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે સૂચના આપી છે. મંત્રાલય દ્વારા રાજ્ય સરકારોને તમામ સંવેદનશી વિસ્તારોમાં પેટ્રોલિંગની પ્રક્રિયાને ઝડપી કરવા માટે કહેવામાં આવ્યું છે. આંબેડકર જ્યંતિના દિવસે જાનમાલનું નુકસાન ન થાય તે માટે પણ કહેવામાં આવ્યું છે. જરૂર પડવાની સ્થિતિમાં કોઇપણ પ્રકારના પ્રતિબંધાત્મક આદેશો જારી કરવામાં આવી શકે છે. ગૃહમંત્રાલય તરફથી જારી કરવામાં આવેલી એડવાઇઝરીમાં ભાર આપીને કહેવામાં આવ્યું છે કે, જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીઓને સુરક્ષાની ખાતરી કરવા માટે તમામ જરૂરી પગલા લેવા માટે કહેવામાં આવી શકે છે. સાથે સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવવા પગલા લેવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટના એસસી અને એસટી સાથે સંબંધિત ચુકાદા સામેના વિરોધમાં બીજી એપ્રિલના દિવસે ભારત બંધ દરમિયાન વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી જેમાં ૧૩થી પણ વધુ લોકોના મોત થયા હતા. સંપત્તિને વ્યાપક નુકસાન પણ થયું હતું. સંચારબંધી લાગૂ કરવામાં આવી હતી. બીજી એપ્રિલ બાદ સોશિયલ મિડિયા ઉપર અપાયેલા ૧૦મીના બંધને લઇને પણ હિંસા ભડકી ઉઠી હતી જેમાં અનેક જગ્યાઓએ ઝપાઝપી થઇ હતી. અનેક જગ્યાઓએ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને તોડી પાડવાને લઇને તંત્ર દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી બાજુ દેશમાં દલિત સમુદાયનો વિશ્વાસ જાળવી રાખવાના હેતુસર હવે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને સંઘે ૧૪મી એપ્રિલના દિવસે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જયંતિને ભવ્ય રીતે મનાવવા માટેની તૈયારી કરી લીધી છે. આના માટે જુદા જુદા કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. સુપ્રીમ કોર્ટના એસસી અને એસટી એક્ટ પર ચુકાદા બાદ નારાજ થયેલા દલિત સમુદાયના લોકોએ ભારત બંધની હાકલ કર્યા બાદ ભાજપ અને સંઘે હવે ડેમેજ કન્ટ્રોલની કવાયત શરૂ કરી દીધી છે. સંઘે પોતાના આનુષાંગિક સંગઠનોને આના માટે સુચના આપી દીધી છે. આ જ કારણસર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે હવે ૧૪મી એપ્રિલના દિવસે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જયંતિને ભવ્ય રીતે ઉજવવા નિર્ણય કર્યો છે. આ ઉજવણી મારફતે સંઘની યોજના દલિત સમુદાયની નજીક પોતાને લઇ જવા માટેની રહેલી છે. વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવી રહેલા પ્રહારોનો જવાબ આપતા ભાજપના ટોપના નેતાઓ કહી રહ્યા છે કે અમે ક્વોટાને જાળવી રાખવા અને દલિત તેમજ આદિવાસી સમુદાયના રક્ષણ માટે સંપૂર્ણપણે તૈયાર છીએ.વિહીપ અને બજરંગ દળ દ્વારા રવિવારના દિવસે આંબેડકર જયંતિના કાર્યક્રમના ભાગરૂપે બાઇક રેલીનુ આયોજન કર્યુ હતુ. વિહીપના નેતાએ કહ્યુ હતુ કે આના મારફતે અમારા પ્રયાસ જાતિવાદી વિભાજનની સામે હિન્દુ સમાજના લોકોને એકમત કરવાના રહ્યા છે. વિહીપના આંતરરાષ્ટ્રીય મહામંત્રી મિલિન્દ પરાંડેએ કહ્યુ છે કે હિન્દુ સમાજને વિભાજિત કરવાના પ્રયાસ હવે મોટા પાયે કરવામાં આવી રહ્યા છે.

Related posts

After Historic ‘Howdy, Modi’ Event’: Trump said- USA Loves India

aapnugujarat

હરિયાણા સરકાર ચિંતામાં : હજારો ખેડુતો રસ્તા પર ઉતર્યા

editor

સુકન્યા સમૃદ્ધિમાં વાર્ષિક ૨૫૦ રૂપિયા પણ જમા થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1