Aapnu Gujarat
ગુજરાત

BRTSમાં પૈસા અને દાગીના ચોરતી મહિલા ટોળકી પકડાઇ

શહેરની બીઆરટીએસ બસોમાં ભીડનો લાભ લઇ પેસેન્જરોના પૈસા અને દાગીના પર હાથ સાફ કરતી મહિલા ગેંગને શહેર ક્રાઇમબ્રાંચે ઝડપી લીધી છે. ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ છારા મહિલા ગેંગની ત્રણ સભ્યોને પકડી પાડી તેઓની પાસેથી રૂ.૩૫ હજાર રોકડા અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપી મહિલા ગેંગ પાસેથી તેઓએ અત્યાર સુધી આચરેલા ગુના અને તેમની ગેંંગમાં સામેલ અન્ય સભ્યોની માહિતી મેળવવાની દિશામાં તપાસ શરૂ કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેર ક્રાઇમબ્રાંચના અધિકારીઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે, શહેરના સારંગપુર બીઆરટીએસ બસ સ્ટેન્ડ ખાતે પોલીસ સ્ટાફ ગુપ્ત વોચમાં ગોઠવાઇ ગયો હતો અને બાતમી મુજબ, છારા મહિલા ગેંગની આરોપણ મનીષા ઉર્ફે મુન્ની ઉર્ફે મન્નો મનીષભાઇ બાબુભાઇ ઓરા(છારા), રાજેશ્વરી ઉર્ફએ બડી રાજુભાઇ રામચંદ્ર જાદવ અને દીપા કિશન ચંદ્રકાંત જાદવ(છારા)(તમામ રહે.કેકાડીવાસ, સિંધી સ્કૂલની બાજુમાં, કુબેરનગર)ને ઝડપી લીધી હતી. પોલીસે છારા મહિલા ગેંગની આરોપણ સભ્યો પાસેથી રૂ.૩૫ હજાર રોકડા સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં છારા મહિલા ગેંગની મોડેસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો હતો અને તાજેતરમાં ચોરીના ગુનાઓને આપેલા અંજામની વિગતો પણ સામે આવી હતી કે, બે દિવસ પહેલાં આ ગેંગે તેમની અન્ય સાથી સાથે મળી મણિનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર ઉમંરલાયક બહેનના પર્સને બ્લેડ મારી તેમાંથી રૂ.૫૦ હજાર રોકડા સેરવી લીધા હતા. આ જ પ્રકારે એલિસબ્રીજ એમ.જે.લાયબ્રેરી પર આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડથી બસમાં બેસી સારંગપુર સુધીમાં ભીડનો લાભ લઇ એક ભાઇના ખિસ્સામાંથી નજર ચૂકવીને રૂ.૧૮,૫૦૦ રોકડા કાઢી લીધા હતા. ચોંકાવનારી વાત તો એ છે કે, પકડાયેલી છારા મહિલા ગેંગની કેટલીક સભ્યો તો રીઢી અને ગુનાહિત પ્રવૃત્તિ આચરવાની ટેવવાળી છે. અગાઉ પણ તેઓ આવા ગુનાઓમાં પકડાઇ ચૂકી છે. તેથી ક્રાઇમબ્રાંચે ગેંગના અન્ય સભ્યો અને અત્યારસુધીમાં આચરેલા ગુના અને તે મારફતે તફડાવેલી રકમ કે સોના-ચાંદીના દાગીના અને મુદ્દામાલની વિગતો કઢાવવા આરોપણ સભ્યોની કડકાઇથી પૂછપરછ શરૂ કરી છે.

Related posts

पांचोट तालाब में कार पलटी, 3 शिक्षकों की मौत

editor

वस्त्राल से सट्टा खिलाते एक शख्स की गिरफ्तारी की गई

aapnugujarat

નિરવ સહિતના ડિફોલ્ટર્સના મહાયજ્ઞમાં નામજોગ સ્વાહા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1