Aapnu Gujarat
ગુજરાત

ચીમનભાઇ બ્રીજ પર કારની ટક્કરથી બાઇક ચાલક બસ નીચે કચડાતા સનસનાટી

શહેરના સાબરમતી તરફ જતાં ચીમભાઇ બ્રીજ પર યુ ટર્ન લેવાનો પ્રયાસ કરનાર એક બાઇકચાલકને પાછળથી આવેલી કારે જોરદાર ટક્કર મારતાં બાઇકચાલક સીધો જ સામેથી આવતી ખાનગી કંપનીની બસ નીચે આવી જતાં ઘટનાસ્થળે જ કચડાઇ મર્યો હતો. અકસ્માતના આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી તો, બીજીબાજુ, બ્રીજ પર થોડા સમય માટે ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો. બાઇકચાલકના બસ નીચે કચડાઇ જવાથી કરૂણ મોતના સમાચારને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને સમગ્ર બનાવ અંગે જરૂરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગેની વિગત એવી છે કે, શહેરના સાબરમતી વિસ્તારમાં શાંતિવન એપાર્ટમેન્ટ ખાતે રહેતાં જહોન વર્ગીસ આજે સવારે પોતાના બાઇક પર નીકળ્યા હતા. આરટીઓ તરફથી ચીમનભાઇ બ્રીજ થઇ સાબરમતી તરફ જવા માટે બ્રીજ પર યુ ટર્ન લેવા ડિવાઇડટરના કટ પાસે તેમણે પોતાનું બાઇક ઉભુ રાખ્યું હતું અને યુ ટર્ન લેવાનો પ્રયાસ કરે ત્યાં તો, પાછળથી એક અજાણી કારના ચાલકે જહોનના બાઇકને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે બાઇક સાથે જહોન સામેની બાજુના રોડ તરફથી આવતી ખાનગી કંપનીની બસ નીચે આવી ગયા હતા. બસના ચાલકે જોરદાર બ્રેક મારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમછતાં જહોન બસ નીચે કચડાઇ ગયા હતા. માથામાં ગંભીર ઇજાઓ થવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. અકસ્માતને પગલે બ્રીજ પર લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. બાઇકચાલકના મોતના સમાચાર જાણી સૌકોઇમાં અરેરાટી અને ગમગીનીની લાગણી છવાઇ ગઇ હતી. તો, ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ત્યાં દોડી આવી હતી અને સમગ્ર બનાવ અંગે જરૂરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માતના કારણે ચીમનભાઇ બ્રીજ પર થોડા સમય માટે ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો.

Related posts

છોટા ઉદેપુર: નસવાડીના અધિક મદદનીશ ઈજનેર 2 લાખની લાંચ લેતા ઝડપાયા

aapnugujarat

ગોજારીયા NRI ગૃપએ 5 ઓટો ઓક્સિજન મશીન ભેટ કર્યા

editor

ઇડરમાં ૭ દિવસનું સ્વયંભૂ લોકડાઉન જાહેર

editor

Leave a Comment

UA-96247877-1