Aapnu Gujarat
રમતગમત

કોહલીની બ્રાન્ડ સંખ્યા ઘટી પરંતુ આવકમાં વધારો થયો

છેલ્લા કેટલાક વર્ષોથી એક પછી એક રેકોર્ડ સર્જી રહેલા અને વિશ્વમાં સૌથી લોકપ્રિય થઇ રહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી હવે સૌથી વધારે કમાણી કરનાર ભારતીય ક્રિકેટર તરીકે છે. તેના હાથમાંથી એક જાહેરાત નિકળી ગઇ હોવા છતાં તે સૌથી વધુ સંખ્યામાં જાહેરાતો ધરાવે છે. તેના ઓવરઓલ જાહેરાત વેલ્યુનો આંકડો ૩૦ કરોડ રૂપિયા વધી ગયો છે. વર્ષ ૨૦૧૬માં વિરાટની પાસે ૨૦ બ્રાન્ડ હતી. જે હવે ઘટીને ૧૯ થઇ ગઇ છે. વર્ષ ૨૦૧૬માં વિરાટની પાસે ૨૦ બ્રાન્ડ હતી. જેની કિંમત ૧૨૦ કરોડ હતી. હવે તેની પાસે ૧૯ બ્રાન્ડ છે પરંતુ કિંમત વધીને ૧૫૦ કરોડ રૂપિયા થઇ ગઇ છે. ભારતીય રમત અને ખેલાડીઓને મળનાર સ્પોન્સર્સ પર આંકડા તૈયાર કરનાર ઇએસપી પ્રોપર્ટીએ પોતાના નવા હેવાલમાં દાવો કર્યો છે કે વર્ષ ૨૦૧૬ની તુલનામાં વર્ષ ૨૦૧૭માં ભારતીય રમતોમાં વધારે પ્રાયોજક આવ્યા છે. આગાળા દરમિયાન ખેલોમાં ઓવરઓલ સ્પોન્સર્સમાં ૧૪ ટકાનો નોંધપાત્ર વધારો થઇ ગયો છે. એક સમય હતો જ્યારે ભારતીય ક્રિકેટના સુપરસ્ટાર મહેન્દ્રસિંહ ધોનીની પાસે ૨૪ બ્રાન્ડ હતી. જો કે હવે વિરાટ કોહલી સૌથી આગળ છે. ધોનીની પાસે હજુ ૧૩ બ્રાન્ડ છે. આ જાહેરાત મારફતે તેની કમાણી ૬૦ કરોડની છે. નિવૃતિ બાદ પણ સચિન તેન્ડુલકરની આવક હજુ ઘટી નથી. સચિન તેન્ડુલકર પાસે નવ લોકપ્રિય બ્રાન્ડ છે. તેમની કુલ જાહેરાત કિંમત ૩૦ કરોડ આંકવામાં આવી છે. હાલમાં હાર્દિક પંડ્યાની આવક પર વધી રહી છે. તેના પર તમામ ટોપની કંપનીઓની નજર કેન્દ્રિત થઇ ગઇ છે.

Related posts

વિરાટ કોહલીએ કેપ્ટનશીપ અને બેટ્‌સમેન તરીકે ખાસ મુકામ હાંસલ કર્યા

editor

વર્લ્ડ કપ સુધી ટીમમાં કોઇ ફેરફાર કરાશે નહીં : શાસ્ત્રી

aapnugujarat

BCCIના CEO રાહુલ જોહરીનું રાજીનામું સ્વીકારાયું

editor

Leave a Comment

UA-96247877-1