Aapnu Gujarat
રમતગમત

વર્લ્ડ કપ સુધી ટીમમાં કોઇ ફેરફાર કરાશે નહીં : શાસ્ત્રી

ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ આજે કહ્યુ હતુ કે હવે વર્લ્ડ કપ સુધી ભારતીય ટીમમાં કોઇ ફેરફાર કરવામાં આવશે નહીં. હાલમાં જે ટીમ પસંદ કરવામાં આવી છે તે ખેલાડીઓમાં હવે કોઇ ફેરફાર કરવામાં આવનાર નથી. રવિ શાસ્ત્રીએ કહ્યુ છે કે પાંચમી જુનના દિવસે દક્ષિણ આફ્રિકાની સામે પ્રથમ વર્લ્ડ કપની મેચ રમાય તે પહેલા માત્ર ૧૩ મેચો રહી છે. આવી સ્થિતિમાં ટીમમાં હવે ફેરફાર કરવામાં આવશે નહીં. રવિશાસ્ત્રીએ કહ્યું હતું કે, જે ૧૫ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે તે ૧૫ ખેલાડીઓમાંથી જ અંતિમ ઇલેવનને મેદાનમાં ઉતારવામાં આવશે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા પત્રકાર પરિષદ દરમિયાન રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, અમે એવા ૧૫ ખેલાડીઓને અજમાવીશું જે વર્લ્ડકપમાં રમનાર છે. ફેરફારનો દોર હવે પુરો થઇ ચુક્યો છે. ગ્રેસનો પિરિયડ પણ પૂર્ણ થઇ ચુક્યો છે. હવે મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ખેલાડીઓ ઇજાગ્રસ્ત નહીં થશે તેવી પણ અમે આશા રાખી રહ્યા છે. નવા ખેલાડીઓને અજમાવવા ઇચ્છુક નથી. હવે વધારે મેચો પણ બાકી રહી નથી. તમામ સમયે સર્વશ્રેષ્ઠ ટીમ સામે મેદાનમાં ઉતરીશું. ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચોની શ્રેણી હવે રમાનાર છે. ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચોની રિટર્ન શ્રેણી પણ આગામી વર્ષે રમાનાર છે. એડિલેડમાં ૬ઠ્ઠી ડિસેમ્બરના દિવસે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી શરૂ થઇ રહી છે. પ્રવાસી ટીમ દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડના પ્રવાસથી બોધપાઠ લઇને આગળ વધશે. ઓસ્ટ્રેલિયામાં સારો દેખાવ કરવા પ્રયાસ કરશે. ઓસ્ટ્રેલિયન ટીમમાં ધરખમ ખેલાડીઓની ગેરહાજરી હોવાથી ભારતને સારી તક રહેલી છે. ચાર ટેસ્ટ મેચોની શ્રેણી પહેલા ભારતીય ટીમ ટ્‌વેન્ટી મેચોની શ્રેણી રમશે જે પૈકી ત્રણ ટ્‌વેન્ટી મેચો રમાશે. પહેલી મેચ બ્રિસ્બેન ૨૧મી નવેમ્બરના દિવસે રમાશે. ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ ત્રીજીથી સાતમી જાન્યુઆરી વચ્ચે રમાશે. જ્યારે ટેસ્ટ મેચોની શ્રેણી બાદ ત્રણ વનડે મેચો રમાશે જે પૈકીની પ્રથમ મેચ ૧૨મી જાન્યુઆરીના દિવસે સિડનીમાં રમાશે. ત્યારબાદ બીજી વનડે ૧૫મી જાન્યુઆરીના દિવસે રમાશે. ત્રીજી અને અંતિમ વચ્ચે ૧૮મી જાન્યુઆરીના દિવસે રમાશે. ક્રિકેટ ચાહકોને મોટી નિરાશા હાથ લાગે તેવા સમાચાર એ છે કે, મહેન્દ્રસિંહ ધોનીને વાપસી કરવાની તક હવે દેખાઈ રહી નથી. વર્લ્ડકપમાં તે રમે તેવી શક્યતા ખુબ ઓછી દેખાઈ રહી છે.

Related posts

ટ્‌વેન્ટી મેચમાં ન્યુઝીલેન્ડ પર ઇંગ્લેન્ડની બે રને રોચક જીત

aapnugujarat

Michael Vaughan said whoever beats India will win World Cup

aapnugujarat

Defeated South Africa by series 3-0 & 202 runs

aapnugujarat

Leave a Comment

UA-96247877-1