Aapnu Gujarat
રમતગમત

વિરાટ કોહલીએ કેપ્ટનશીપ અને બેટ્‌સમેન તરીકે ખાસ મુકામ હાંસલ કર્યા

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સાઉથમ્પટનના મેદાનમાં ઉતરતા એક ખાસ ઉપલબ્ધી હાંસલ કરી છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં રનને લઇને આ ખાસ મુકામ હાંસલ કર્યુ છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચમાં કેપ્ટન વિરાટ કોહલીએ, ટોસ હારીની પ્રથમ બેટીંગમાં ઉતર્યો હતો. કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં ૭૫૦૦ રનનો આંક પાર કર્યો છે.
કોહલીએ ૭૫૦૦ રનની આ ઉપલબ્ધી હાંસલ કરવા માટે ૧૫૪ ઇનીંગ રમી છે. તેણે કરિયરની ૯૨ મી ટેસ્ટ મેચમાં આ ઉપલબ્ધી હાંસલ કરી છે. ૭૫૦૦ કે તેથી વધુ રન બનાવનાર તે ભારત નો છઠ્ઠો ખેલાડી બન્યો છે. કોહલી ઉપરાંત સુનિલ ગાવાસ્કરે ૭૫૦૦ રન કરવા માટે ૧૫૪ ઇનીંગ રમી હતી.
કોહલીએ રનના મામલા ઉપરાંત, પણ એક રેકોર્ડ પોતાના નામે હાંસલ કર્યો છે. કોહલી ભારત તરફ થી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ મેચમાં, કેપ્ટનશીપ નિભાવનાર ખેલાડી બની ચુક્યો છે. કોહલીએ ભારત તરફ થી ૬૧ મેચોમાં ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટનશીપ નિભાવી છે. આ પહેલા મહેન્દ્ર સિંહ ધોની ૬૦ ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ નિભાવી ચુક્યો હતો. કોહલી ભારતીય કેપ્ટન ઉપરાંત સૌથી વધુ ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ નિભાવનાર એશિયાઇ ખેલાડી તરીકે નોંધાયો છે.
મહેન્દ્ર સિંહ ધોની વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૪ દરમ્યાન ટેસ્ટ ટીમનો કેપ્ટન રહ્યો હતો. તેની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ ૬૦ ટેસ્ટ મેચ રમી હતી, જેમાં ૨૭ મેચ જીતી હતી. જ્યારે ૧૫ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી, તો ૧૮ મેચમાં ભારતીય ટીમે હાર મેળવી હતી. વિરાટ કોહલીના ટેસ્ટ રેકોર્ડને જાેવામાં આવે તો, તેની કેપ્ટનશીપમાં ભારતે ૩૬ ટેસ્ટ મેચ જીતી છે. ૧૪ ટેસ્ટ મેચ હારી છે અને ૧૦ મેચ ડ્રો રહી છે. તે ૨૦૧૪ થી ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે.
૨૦૧૯ થી વિરાટ કોહલી ક્રિકેટમાં શતક લગાવી શક્યો નથી. વિરાટ કોહલીના શતકનો સૌ કોઇને ઇંતઝાર છે. જાેકે હાલમાં વિરાટ કોહલી ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલમાં લયમાં જાેવા મળી રહ્યો છે. કોહલી બીજા દિવસની રમતના અંતે ૪૪ રને મેદાનમાં હતો. આ દરમ્યાન સૂર્યપ્રકાશની ઝાંખો હોવાને લઇને મેચને ત્રીજા દીવસની રમત સુધી ટાળી દેવામાં આવી હતી. કોહલી પાસેથી ટીમ ઇન્ડીયા સાઉથમ્પટનમાં શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યુ છે.

Related posts

वनडे और T20 में नं-4 की जगह पक्की कर सकते हैं अय्यर : प्रसाद

aapnugujarat

जे-के क्रिकेट एसोसिएशन करोड़ों के घोटाले में पूर्व सीएम फारूक अब्दुल्ला से ईडी की पूछताछ

editor

अश्विन ने सुझाया ‘मांकड’ का विकल्प

editor

Leave a Comment

UA-96247877-1