Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સ્થાનિક વિમાની પ્રવાસીઓનો આંક ૧૦૦ મિલિયનથી ઉપર

ભારતમાં વિમાનમાં યાત્રા કરતા યાત્રીઓની સંખ્યામાં ઉલ્લેખનીય વધારો થઇ રહ્યો છે. ૨૦૧૭માં પ્રથમ વખત ભારતમાં સ્થાનિક વિમાની યાત્રીઓનો આંકડો ૧૦૦ મિલિયનના આંકડાને પાર કરી ગયો છે. દિલ્હી અને મુંબઈ વિમાની મથકે સૌથી વધુ યાત્રીઓ નોંધાયા છે. કુલ હિસ્સેદારી પૈકી આ બંને વિમાની મથકની હિસ્સેદારી ૬૯ ટકાની આસપાસ નોંધાઈ છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા આપવામાં આવેલા આંકડામાં આ મુજબની વાત કરવામાં આવી છે. સ્થાનિક એરલાઈન્સ દ્વારા યાત્રીઓની સંખ્યા ૯૯.૯ મિલિયન ૨૦૧૬માં નોંધાઈ હતી જ્યારે ૨૦૧૭માં આ સંખ્યા ૧૧૭ મિલિયન જેટલી નોંધાઈ ગઈ છે. ઇન્દિરાગાંધી આંતરરાષ્ટ્રીય વિમાની મથકે ૪૬.૫ મિલિયન સ્થાનિક અને ૧૭ મિલિયન ઇન્ટરનેશનલ યાત્રીઓ નોંધાયા છે. આવી જ રીતે છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય વિમાની મથકે ૩૪ મિલિયન સ્થાનિક અને ૧૩ મિલિયન આંતરરાષ્ટ્રીય યાત્રીઓ નોંધાયા છે. બંને એરપોર્ટ પર ૬૩ મિલિયન વિદેશી યાત્રીઓ પૈકી ૪૮ ટકા યાત્રીઓ નોંધાયા છે. વિશ્વના ટોપ એરપોર્ટની વાત કરવામાં આવે તો યાત્રીઓની સંખ્યાની દ્રષ્ટિએ ૨૦૧૭માં બેજિંગ પ્રથમ સ્થાને અને ટોકિયો બીજા સ્થાને રહ્યું હતું.
બેજિંગમાં ૯૮.૮ મિલિયન યાત્રી નોંધાયા હતા જ્યારે પેસેન્જર ટ્રાફિકનો આંકડો ટોકિયોમાં ૭૭.૧ મિલિયન અને હોંગકોંગમાં ૭૧.૧ મિલિયનનો નોંધાયો હતો. દિલ્હીમાં આ આંકડો ૬૩.૫ મિલિયન નોંધાયો છે. નવી દિલ્હી અને મુંબઈ વિમાની મથકો નવા વર્ષમાં પણ સૌથી વધુ સંખ્યામાં યાત્રીઓ સાથે આગળ રહે તેવી શક્યતા છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

અદાણી ગ્રૂપે આજથી વર્લ્ડ ટૂર શરૂ કરી, રોકાણકારોનો ભરોસો ફરીથી જીતવાનું મિશન

aapnugujarat

नरेंद्र मोदी और शाह ने हमारी उत्तरी सीमा पर एक फलस्तीन तैयार कर दिया है : अय्यर

aapnugujarat

દુનિયાના ટોપ-૨૦ ધનિક લોકોની યાદીમાં ગૌતમ અદાણીની એક્ઝિટ

editor

Leave a Comment

UA-96247877-1