Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રેશનિંગ-આધાર લિંક થતા ૧૭૫૦૦ કરોડ બચ્યાં છે : રામવિલાસ પાસવાન

રેશનિંગ કાર્ડનુ સંપૂર્ણરીતે ડિજિટલીકરણ કરવા અને તેને આધાર સાથે લિન્ક કરવાના પરિણામસ્વરૂપે ૧૭૫૦૦ કરોડ રૂપિયાની બચત થઇ ગઇ છે. ખાદ્યાન અને ગ્રાહક બાબતોના પ્રધાન રામવિલાસ પાસવાને કહ્યુ છે કે અમે વાર્ષિક ૧૭૫૦૦ કરોડ રૂપિયાની સબસિડીવાળા ઘઉં. ચોખા અને અન્ય અનાજને આપવામાં થઇ રહેલી ગેરરિતીને પકડી પાડી છે. અલબત્ત આ સીધી બચત નથી. કારણ કે હવે તેમાં જરૂરિયાતવાળા લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જો કે આટલુ ચોક્કસપણે કહી શકાય છે કે હવે વાસ્તવિક જરૂરિયાતવાળા લોકો સુધી ઘઉં અને ચોખા તેમજ અન્ય અનાજનો જથ્થો પહોંચી રહ્યો છે. પાસવાને કહ્યુ છે કે સરકારી આંકડા પર નજર કરવામાં આવે તો નેશનલ ફુડ સિક્યોરિટી એક્ટ હેઠળ લોકોને ૨૩.૧૯ કરોડ રેશનિંગ કાર્ડ જારી કરવામાં આવનાર છે. રેશનિંગ કાર્ડના ડિજિટલીકરણ અને તેને આધાર સાથે લિન્ક કરવાના પરિણામસ્વરૂપે ફાયદો થયો છે. રેશનિંગ કાર્ડના ડિજિટલીકરણ અને તેને આધાર સાથે જોડવાની પ્રક્રિયા ૮૨ ટકા સુધી પૂર્ણ કરી લેવામાં આવી છે. જેમ જેમ આ કામ આગળ વધશે તેમ તેમ બોગસ અને બનાવટી કાર્ડને બહાર કરવામાં આવનાર છે. ખાદ્યાન મંત્રાલયના આંકડા દર્શાવે છે કે રદ કરવામાં આવેલા રેશનિંગ કાર્ડમાં ૫૦ ટકા તો ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર,કર્ણાટક, તેલંગાણા, રાજસ્થાન, છત્તિસગઢ અને મધ્યપ્રદેશમાં પણ મોટી સંખ્યામાં બોગસ રેશનિંગ કાર્ડ રદ કરવામાં આવ્યા છે. નેશનલ ફુડ સિક્યોરિટીએક્ટ દુનિયાની સૌથી મોટી વેલ્ફેર અથવા તો કલ્યાણની સ્કીમ છે. જે હેઠળ ૮૦ કરોડ જરૂરિયાતવાળા લોકોને ભોજનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. રેશનિંગ અને આધાર કાર્ડને લિન્ક કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. આ પ્રક્રિયાના ાગરૂપે ૨.૭૫ કરોડ બનાવટી અને બોગસ કાર્ડ પકડી પાડવામાં આવ્યા છે.

Related posts

ભોપાલમાંઓનર કિલિંગ : પરિવારે દીકરી અને તેના પ્રેમીની ગોળી મારીને કરી હત્યા

aapnugujarat

Income Tax के नियम में हुआ बदलाव

editor

आतंकवादियों के खिलाफ सुरक्षाबलों का मास्टर प्लान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1