Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

પ્રવાહી સ્થિતિ વચ્ચે સેંસેક્સ ૧૪૨ પોઇન્ટ સુધરીને બંધ

શેરબજારમાં ઉતારચઢાવનો દોર જારી રહ્યો છે. આજે પ્રવાહી સ્થિતીના દોર વચ્ચે સેંસેક્સમાં ૧૪૨ પોઇન્ટનો સુધારો થયો હતો જેથી તેની સપાટી ૩૪૨૯૭ની રહી હતી. જ્યારે નિફ્ટી ૪૫ પોઇન્ટ સુધરીને ૧૦૫૪૬ની ઉંચી સપાટી પર રહ્યો હતો. એશિયન શેરબજારમાં બેન્ચમાર્ક ઇન્ડેક્સ ઉંચી સપાટી પર રહ્યા હતા. વ્યક્તિગત શેરની વાત કરવામાં આવે તો પીએનબીના શેરમાં વધુ આઠ ટકાન આસપાસનો ઘટાડો રહ્યો હતો. મેનેજમેન્ટે રોકાણકારોને ખાતરી આપ હોવા છતાં લોકો ચિંતાતુર બનેલા છે. ઉતારચઢાવ વચ્ચે અંતે સેંસેક્સ બુધવારના દિવસે ઘટીને બંધ રહ્યો હતો. સેંસેક્સ ૧૪૫ પોઇન્ટ ઘટીને ૩૪૧૫૬ની નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૩૯ પોઇન્ટ ઘટીને ૧૦૫૦૧ની નીચી સપાટી પર રહ્યો હતો. એશિયન શેરબજારમાં મિશ્ર સ્થિતી જોવા મળી હતી. સીપીઆઇ-આધારિત ફુગાવો ડિસેમ્બરમાં ૫.૨૧ ટકા રહ્યા બાદ જાન્યુઆરીમાં ૫.૦૭ ટકા રહ્યો છે. ગયા ગુરુવારે સાતમી ફેબ્રુઆરીના દિવસે આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ અને નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ,બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો હતો. મોંઘવારી વધવાના છ કારણ પણ દર્શાવવામાં આવ્યા હતા.તમામ ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. બજેટમાં ગ્રામિણ ક્ષેત્ર માટે લેવામાં આવેલા પગલા અને ફાળવણી સારા સંકેત હોવાની વાત આમા કરવામાં આવી હતી. તેની ડિસેમ્બર સમિક્ષામાં એમપીસીએ કેશ રિઝર્વ રેશિયો અથવા તો સીઆરઆરને યથાવત ચાર ટકા અને રિવર્સ રેપોરેટને પણ યથાવત ૫.૭૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યા હતો.એસએલઆરને ૧૯.૫ ટકા યથાવત રાખવામાં આવ્યો હતો. શેરબજારમાં પ્રવાહી સ્થિતીના કારણે કારોબારી હાલમાં વધારે રોકાણ કરવાના મુડમાં દેખાઇ રહ્યા નથી. કારણ કે હાલમાં શેરબજારમાં ૨૦૦૦ પોઇન્ટથી વધુનો કડાડો બોલી ગયો હતો. શેરબજારમાં હાલમાં એકપછી એક નકારાત્મક પ્રવાહ બજાર માટે આવી રહ્યા છે.

Related posts

કેવાયસીના નામે ફોન સામે સાવચેત રહો ઃ આરબીઆઇ

editor

લોકસભાનું પ્રથમ સત્ર ૬ જૂનથી શરૂ થશે

aapnugujarat

संसद के बजट सत्र से पहले प्रधानमंत्री मोदी ने बुलाई कैबिनेट की बैठक

aapnugujarat

Leave a Comment

UA-96247877-1