Aapnu Gujarat
રાષ્ટ્રીય

સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિતે બીએસએફના જવાનોએ દેખાડી દેશભક્તિ

સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિતે આજે ભારત પાકિસ્તાન બોર્ડર પર રક્તદાન શિબિર યોજાઈ હતી. જેમાં સરહદ પર રક્ષા કરતા જવાનોની મદદ માટે યોજાયેલી આ શિબિરમાં જવાનો સહિત યુવાનો અને યુવતીઓએ ઐતિહાસિક ૧૫૦૦ જેટલી બોટલ રક્ત જમા કરાવ્યું હતું. બનાસકાંઠા સ્થિત ભારત પાકિસ્તાન બોર્ડર પર આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.સુભાષચંદ્ર બોઝે આપેલુ હોઈ ગત રોજ તેમની જન્મજયંતિ હોઈ યુવા ભાજપ કાર્યકરો દ્વારા સરહદ પર દેશની રક્ષા કરી દેશમાટે લોહીનુ બલીદાન આપતા જવાનો માટે બ્લડ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જે કેમ્પમાં ૧૧૧૧ બોટલ બ્લડ બોટલ એકત્ર કરવાનુ લક્ષાંક હતુ. જોકે આ કેમ્પમાં દુર દુરથી દેશવાસીઓ ઉમટી પડતાં અંદાજે ૧૫૦૦ બોટલ બ્લડ બોટલ એકત્ર કરાયુ હતુ. આ બ્લડ દેશની સીમાઓ પર રક્ષા કરતા જવાનો માટે લેવાયુ હતુ. આ કેમ્પમાં બીએસએફના જવાનોએ પણ બ્લડ ડોનેશન આપી દેશભક્તિ બતાવી હતી. સીમા હોય કે ના હોય હમેશા તત્પર રહેતા જવાનો પર આ કેમ્પથી આનંદ છવાયો હતો.ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા નડાબેટ ધામની બાજુમાં આવેલ બીએસએફ કેમ્પમાં ગત રોજ ભાજપ યુવા કાર્યકરો દ્વારા બ્લડ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જે કેમ્પમાં બીએસએફના કમાન્ડર કુલવંતરામ શર્મા (કંપની કમાન્ડર બીએસએફ) ભાજપ પ્રદેશ યુવા પ્રમુખ ડો.ઋતિરાજ પટેલ,હરેશભાઈ ચૌધરી સહીત રામસેંગભાઈ રાજપુત સહીત હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.ને ડો.ઋતિરાજ પટેલે પણ બ્લડ ડોનેશન કર્યુ હતુ.આ કેમ્પમાં બ્લડ ડોનેશન કરવા પાલનપુર,મહેસાણા,ડીસા સહીત થરાદ અને વાવ માંથી દેશવાસીઓ ઉમટી પડયા હતા.આ કેમ્પમાં ૧૧૧૧ બોટલ બ્લડ એકત્ર કરી દેશની સીમા પર હરહમેશ જીવની પરવા કર્યા વગર ફરજ બજાવતા દેશની શાન એવા જવાનો માટે કામ લાગે તે અર્થે કેમ્પ યોજાયો હતો.આ કેમ્પમાં ઉત્સાહભેર યુવાનો સહીત યુવતીઓએ બ્લડ આપી દેશભક્તિ બતાવી હતી.તેમજ દેશની રક્ષા કરતા બીએસએફના જવાનો પર બ્લડ આપવા ઉત્સાહી બન્યા હતા.દેશની સીમા હોય કે ભલે ગમે તેવી પરિસ્થિતિમાં પણ ખડેપગે રહી દેશ માટે અમો તૈયાર છીએ.તેવા જુશ્શા સાથે બ્લડ આપી દેશધક્તિ બતાવી હતી.રણમાં અને સરહદે આવેલા નડાબેટમાં આ કેમ્પ રાખવામાં આવ્યો હતો.મહેસાણાથી આવી બ્લડ આપી રહેલા નીતાબેન ભટ્ટે સંદેશ સાથે વાત કરતાં જણાવ્યુ હતુ કે દેશની સીમાઓ પર ફરજ બજાવી દેશની રક્ષા કરતા જવાનોને જન્મ આપનારી માતાઓ ધન્ય છે.જે જવાનો રાત દિવસ તડકો હોય કે છાયડો બસ દેશની સીાઓ પર ફરજ બજાવે છે.ને આપણે શાંતિથી રહીએ છીએ તો આપણે તેમના માટે વધારે તો કઈ કરી ના સકીએ પણ તેમના માટે બ્લડ તો આપી શકીએ તો આજે જવાનો માટે બ્લડ આપી ગૌરવ અનુભવુ છુ.આ કેમ્પમાં બોહોળી સંખ્યામાં યુવાનો યુવતીઓ સહીત બીએસએફના જવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી રાલોસપાનો જદયૂમાં વિલય થશે

editor

जरुरतमंदो को ही मिलेगा कर्जमाफी का फायदा : फडणवीस

aapnugujarat

પીએમ પદના મમતા યોગ્ય ઉમેદવાર, કોંગ્રેસ અને લેફ્ટથી અંતરના સંકેત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1