Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

નોટબંધી તેમજ જીએસટીના કારણે મકાન સસ્તા થયા

ગયા વર્ષે નોટબંધી, રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ અને જીએસટીના અમલીકરણના કારણે આવાસના ક્ષેત્રમાં કિંમતોમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. નાઇટફ્રેન્ક ઇન્ડિયા રિયલ એસ્ટેટ દ્વારા કરવામાં આવેલા અભ્યાસ બાદ તેના રિપોર્ટમાં કેટલીક વાત કરવામાં આવી છે. રિપોર્ટ મુજબ દેશભરના શહેરોમાં આવાસની કિંમતમાં સરેરાશ ત્રણ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સૌથી વધારે ઘટાડો પુણેમાં સાત ટકા અને મુંબઇમાં પાંચ ટકાનો થયો છે. એનસીઆરમાં આવાસની કિંમતમાં છેલ્લા છ વર્ષોમાં સતત ઘટી રહી છે. ગયા વર્ષે પણ કિંમતોમાં સરેરાશ બે ટકાનો ઘટાડો થયો હતો. ઘરની કિંમત ઘટવા માટે કેટલાક કારણ રહેલા છે. જો કે મુખ્ય કારણ માંગમાં ઘટાડો છે. બેંગલોર, દિલ્હી, એનસીઆર અને ચેન્નાઇમાં ઘરના વેચાણમાં ક્રમશ ૨૬,૬ અને ૨૦ ટકા સુધીનો ઘટાડો થયો છે. જો કે પુણે અને મુંબઇમાં ઘર ખરીદનારમાં ઉત્સાહ દેખાઇ રહ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે મહારાષ્ટ્રમાં રેરાના યોગ્ય રીતે લાગુ થયા બાદ મુંબઇ અને પુણેમાં ઘરના વેચાણમાં ત્રણ અને પાંચ ટકાનો વધારો થયો છે. વેચાણ ન થવાના કારણે આવાસીય ઘરના નવા પ્રોજેક્ટના લોન્ચિંગમાં પણ વિલંબ થઇ રહ્યો છે.
ગયા વર્ષે નવા પ્રોજેક્ટના લોન્ચિંગમાં દિલ્હી-એનસીઆરમાં ૫૬ ટકા અને બેંગલોરમાં ૪૧ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. દિલ્હી-એનસીઆરમાં વેચાણમાં છ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તેના કારણે ઘરની કિંમતમાં ઘટાડો થયો છે.

Related posts

સ્વતંત્રતા દિવસે મોદીની ન્યુ ઇન્ડિયા બનાવવાની અપીલ

aapnugujarat

अटारी बॉर्डर पर 500 से अधिक सिख श्रद्धालुओं का जत्था पाक रवाना

aapnugujarat

રાંચીમાં હાઈપ્રોફાઇલ રેકેટનો પર્દાફાશ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1