Aapnu Gujarat
રાષ્ટ્રીય

ચાઇલ્ડ પોર્નોગ્રાફીને રોકવા માટે કીવડ્‌ર્સની યાદી તૈયાર

કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા ચાઇલ્ડ પોર્નોગ્રાફી અને રેપ વિડિયો નિહાળનાર લોકો પર અંકુશ મુકવા માટે સરકારી પહેલના સંબંધમાં તમામ માહિતી સુપ્રીમ કોર્ટમાં આપી દીધી છે. કોર્ટમાં પોતાની તરફેણ રજૂ કરતા કેન્દ્રિય ગૃહ મંત્રાલય તરફથી રજૂઆત કરતા કહેવામાં આવ્યુ છે કે મંત્રાલય દ્વારા એવા કોમન અંગ્રેજી કિવર્ડસની એક યાદી તૈયાર કરવામાં આવી છે. જે કિવર્ડસનો ઉપયોગ સામાન્ય રીતે ચાઇલ્ડ પોર્નોગ્રાફી અને રેપ વિડિયો નિહાળવા માટે કરવામાં આવે છે. કિવર્ડસની આ યાદી ગુગલ, ફેસબુક, યાહુ અને માઇક્રોસોફ્ટને આપી દેવામાં આવી છે. જરૂરી પગલા લઇ શકાય તે માટે આ યાદી સોંપી દેવામાં આવી છે. સીબીઆઇ અને કેન્દ્રિય ગૃહ મંત્રાલય તરફથી પક્ષ રજૂ કરતા કહેવામાં આવ્યુ છે કે એડિશનલ સોલિસિટર જનરલ મનિન્દર સિંહે જસ્ટીસ મદન બી. લાકુર અને ઉદય લલિતની બેંચને આ મુજબની માહિતી આપી હતી. સિંહે કહ્યુ હતુ કે બીજી ભાષામા ંપણ આવા કિવર્ડસની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. આવનાર સમયમાં આ લિસ્ટ પણ તમામ કંપનીઓને આપવામાં આવનાર છે. સિંહે કહ્યુ છે કે સરકારે ઓનલાઇન સાઇબર ક્રાઇમ રોકવા માટે પણ કેટલીક તૈયારી કરી લીધી છે. સુર૭ા ઓડિટની પ્રક્રિયા હાલમાં હાથ ધરવામાં આવી છે. પોર્નોગ્રાફીના દુષણને રોકવામાં સરકારને તમામ પગલા લેવામાં આવ્યા હોવા છતાં સફળતા મળી નથી. સુપ્રીમ કોર્ટમાં ૧૫મી ફેબ્રુારીના દિવસે વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે.

Related posts

भारत बना रहा जम्मू-कश्मीर में अलग थिएटर कमान स्थापित करने की योजना : सीडीएस रावत

aapnugujarat

ચીને સરહદ સમજૂતીનું પાલન ન કરતા સંબંધોમાં ખટાશ આવી : જયશંકર

editor

કેરળમાં વરસાદ જારી રહેતા સ્થિતી વણસી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1