Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સ્વતંત્રતા દિવસે મોદીની ન્યુ ઇન્ડિયા બનાવવાની અપીલ

સ્વતંત્રતા દિવસના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક લાલ કિલ્લા પરથી તેમના પાંચમા સંબોધનમાં તમામ મુદ્દાને આવરી લીધા હતા. મોદીએ પોતાના ભાષણમાં ભ્રષ્ટાચાર, ખેડુત, જીએસટી, રોજગાર અને ત્રિપલ તલાક સહિતના તમામ મુદ્દાને સામેલ કરીને સરકારની સિદ્ધીઓ ગણાવી હતી. સાથે સાથે લોકસભા ચૂંટણીને લઇને પોતાની પ્રાથમિકતા પણ નક્કી કરી હતી. સાથે મોદીએ તમામ માટે ઘર, વીજળી, પાણી, આરોગ્યના વચન આપ્યા હતા. મોદીએ આ દર્શાવવાના પ્રયાસ પણ કર્યા હતા કે યુપીએ સરકારની વિપરિત દેશમાં ફેરફાર લાવવા માટે તેઓ તેઓ ઉત્સુક અને બેચેન છે. મોદીએ પોતાને ફેરફાર લાવવા માટેના હિરો તરીકે રજૂ કરીને તમામ વાત કરી હતી. મોદીએ પોતાના ૮૨ મિનિટના ભાષણમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય અબિયાન, ગગનયાન અને સેનામાં પુરૂષોની જેમ મહિલાઓને સ્થાયી સેવા આપવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાને પોતાના ભાષણમાં અનેક વખત ૨૦૧૩ની સ્થિતીની સાથે હાલની સ્થિતીની સરખામણી કરી હતી. આના મારફતે અગાઉની સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમની સરકાર સત્તામાં આવશે તો તેમની પ્રાથમિકતા શુ રહેશે તે બાબત પણ મોદીએ રજૂ કરી હતી. મોદીએ ભાષણમાં મોટા ભાગે ગરીબો અને મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હતુ. રેપની વધતી ઘટનાઓ પર પણ તેમને વાત કરી હતી. આ પ્રકારની ઘટનાને રાક્ષસી મનોવૃતિ તરીકે ગણાવીને આને ખતમ કરવાની લાત કરી હતી. મોદીએકહ્યુ હતુ કે કાયદાનુ શાસન સર્વોચ્ચ છે. મોદીએ પોતાના છેલ્લા ભાષણમાં કહ્યુ હતુ કે કેન્દ્ર સરકારનુ સંપૂર્ણ ધ્યાન વિકાસ પર કેન્દ્રિત છે. મોદીએ વર્ષ ૨૦૨૨ સુધી ન્યુ ઇન્ડિયા બનાવવા માટેની પણ અપીલ કરી હતી.મોદીએ પોતાના ભાષણમાં સર્જિકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે દેશની સેનાના સામર્થ્યની દુનિયાએ નોંધ લીધી છે. તેમણે કહ્યુ હતુ કે જળવાયુ પરિવર્તનના કારણે ક્યારેક ક્યારેક કુદરતી સંકટ લાવે છે. વર્ષ ૨૦૨૨માં સ્વતંત્રતાના ૭૫ વર્ષ પૂર્ણ થશે. વર્ષ ૧૯૪૨થી ૧૯૪૭ સુધી દેશના એક સામૂહિક શક્તિનુ પ્રદર્શન થયુ છે. હવે સ્વતંત્રતાના ૭૫ વર્ષ બાદ પોતાની સામૂહિક સંકલ્પશક્તિ, સામૂહિક પ્રતિબદ્ધતા મારફતે દેશને આગળ વધારી દેવા ઇચ્છીએ છીએ. સામૂહિકતાની શક્તિ શુ હોય છે ત બાબત તમામ લોકો જાણ ેછે. ગરીબ મહિલાઓને મોટા પાયે ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. યુવાનોને કોઇ પણ ગેરંટી વગર સ્વરોજગાર માટે લોન આપવામાં આવી રહી છે. મોંઘવારી પર અંકુશ મુકવાની દિશામાં પહેલ થઇ છે. ઘર બનાવવા માટે ઓછા વ્યાજે પૈસા આપવામાં આવી રહ્યા છે. આજે સરકાર જે કહે છે તે કરવા માટે સકલ્પબદ્ધ પણ છે. આજે દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધી છે. હવાલા કારોબારીઓ અંગે માહિતી મળી રહી છે. મોદીએ ભાષણમાં કહ્યુ હતુ કે નાના નાના શહેરોમાં પણ લોકોને વીજળી, શૌચાલય અને ઘર આપવામા ંઆવી રહ્યા છે. મોદીએ દાવો કર્યો હતો કે જો શૌચાલય બનાવવા મામલે ૨૦૧૩ની ગતિથી ચાલ્યા હોત તો દશકો લાગી ગયા હોત. વીજળીના મામલે પણ ૨૦૧૩ની ગતિએ ચાલ્યા હોત તો દશકો લાગી ગયા હોત. વર્ષ ૨૦૧૩ની ગતિથી જ ઓપ્ટિકલ ફાઇબર લગાવવાની ગતિથી કામ ચાલ્યુ હોત તો ગામો સુધી પહોંચવામાં સદીઓ લાગી ગઇ હોત. મોદીએ ફરી એકવાર કહ્યુ હતુ કે ભ્રષ્ટાચાર પર અંકુશ મુકવા માટે જુદા જુદા કઠોર પગલા લેવામાં આવ્યા છે. ભ્રષ્ટાચાર અને કાળા નાણાં સામે જંગ જારી રહેશે.
જમ્મુ કાશ્મીરમાં પણ વારંવાર ટાળવામાં આવેલા સ્થાનિક ચૂંટણીને ટુંક સમયમાં જ યોજવામાં આવનાર છે. મોદીએ પોતાના ભાષણમાં ઇમાનદાર ટેક્સ ભરનાર લોકોની પ્રશંસા કરી હતી. સાથે સાથે ખાતરી આપી હતી કે તેમના પૈસા યોગ્ય રીતે ખર્ચ કરવામાં આવી રહ્યા છે. વિકાસમાં ખર્ચ થઇ રહ્યા છે. ઇમાનદાર ટેક્સ ભરનાર લોકોના કારણે ત્રણ ગરીબ લોકોના પેટ ભરાઇ રહ્યા છે.

Related posts

राजद के वरिष्ठ नेता श्याम रजक का बड़ा दावा: हमारे संपर्क में जदयू के 17 विधायक

editor

મોદી ફેક્ટર, રાષ્ટ્રવાદ લીધે જોરદાર જીત થશે : પાસવાન

aapnugujarat

મુંબઈ હુમલામાં સામેલ આતંકી હેડલીનાં પ્રત્યાર્પણ માટે અમેરિકા સાથે ભારતની વાતચીત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1