Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાંચીમાં હાઈપ્રોફાઇલ રેકેટનો પર્દાફાશ

હાઈપ્રોફાઇલ સેક્સ રેકેટનો ઝારખંડના પાટનગર રાંચીમાં પર્દાફાશ કરવામાં આવ્યો છે. રેસિડેન્સ સોસાયટીમાં મોબાઇલ એપ ઉપર સેક્સ રેકેટ ચાલી રહ્યું હતું. આ સંદર્ભમાં ચાર દંપત્તિની ધરપકડ કરવામાં આવી છે. એપ આધારિત રુમ બુકિંગ સર્વિસના નામ ઉપર આ કારોબાર ચાલી રહ્યો હતો. પોલીસે સોસાયટીના લોકો દ્વારા ફરિયાદો મળ્યા બાદ દરોડા પાડ્યા હતા જે દરમિયાન અનેક વાંધાજનક સામગ્રી મળી આવી હતી. ચાર દંપત્તિની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. રાજ્યના પાટનગર રાંચીની વૃંદા પેલેસ સોસાયટીમાં આ સેક્સ રેકેટ ચાલી રહ્યું હતું. જે દંપત્તિની ધરપકડ કરવામાં આવી છે તેમાં ૨૦થી ૨૫ વર્ષની વયગ્રુપ દર્શાવવામાં આવી છે. સોસાયટીના કોમર્શિયલ યુનિટ તરીકે આનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ બિલ્ડર દ્વારા કોમર્શિયલ હેતુથી એક વ્યક્તિને આ આવાસ આપવામાં આવ્યા બાદ આવાસને લેનાર વ્યક્તિએ કોમ્પ્લેક્ષમાં હોટલ કારોબાર ચલાવવાની ખાતરી આપી હતી. બિન પરણિત દંપત્તિઓ મોબાઇલ એપનો ઉપયોગ કરીને આના ઉપર બુકિંગ કરાવી રહ્યા હતા જેના આધાર પર આ સમગ્ર ગતિવિધિ ચાલી રહી હતી. સોસાયટીના લોકો દ્વારા હાલમાં વ્યાપક ફરિયાદો કરી હતી. ફરિયાદોના આધાર પર પોલીસે થોડાક દિવસ સુધી આ કોમ્પ્લેક્સની ગતિવિધિ ઉપર નજર રાખી હતી. ટેકનોલોજીના યુગમાં મોબાઇલ એપ ઉપર સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું. સોસાયટીના લોકો દ્વારા તમામની માહિતી પોલીસને પુરી પાડી હતી. ઝડપાયેલા ચાર દંપત્તિઓ દ્વારા એવી માહિતી પણ અપાઈ હોવાનું જાણવા મળ્યું છે કે, આ રેકેટની જાળ અન્ય રાજ્યમાં પણ ફેલાયેલી છે. ઝારખંડ પોલીસ દ્વારા સમગ્ર મામલામાં ઉંડી તપાસ કરવામાં આવી રહી છે.

Related posts

આધારથી વર્ષે ૯૦ હજાર કરોડ બચી ગયા : જેટલી

aapnugujarat

प्याज कीमत को कम रखने के लिए 50 हजार टन का बफर स्टॉक बनाएगी सरकार

aapnugujarat

मध्य प्रदेश की सरकार गिराने के षड्यंत्र में मोदी और शाह भी शामिल थे : दिग्विजय

editor

Leave a Comment

UA-96247877-1