Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અમિત શાહની વિજય સંકલ્પ રેલી, ભાજપની સરકાર બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો

આગામી વર્ષે ૮ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટી આગામી ચૂંટણીમાં પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અને આ રાજ્યોમાં પોતાની સત્તા મેળવવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ત્રિપુરા ખાતે વિજય સંકલ્પ રેલીમાં સ્થાનિક સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ આ પહેલા તેમણે શનિવારે મેઘાલયમાં પણ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.અમિત શાહે ત્રિપુરામાં જણાવ્યું કે, ભાજપ હિંસાથી નથી ડરતું. સીપીએમ ગમે તેટલી હિંસા ફેલાવે કમળ હંમેશા ખીલતું રહેશે. ત્રિપુરામાં આમારા સાત કાર્યકર્તાઓને મારવામાં આવ્યા. પરંતુ હવે હિંસા ફેલાવવાનો આ ખેલ લાંબો નહી ચાલે, જનતા હવે સમજી ગઇ છે અને તેનો જવાબ સીપીએમને જલ્દીથી મળશે. અમિત શાહે વિજય સંકલ્પ રેલીમાં રાજ્યના કર્મચારીઓ માટે ૭મું પગારપંચ લાવવાની વાત પણ કરી હતી. તેમજ હાલની ત્રિપુરા સરકાર ભ્રષ્ટાચાર ભરેલી છે. તેમજ આગામી સમયમાં ભાજપની સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.તેમજ ત્રિપુરા સિવાય મેઘલયમાં પણ ભાજપની સરકાર બનેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ વર્ષે કોંગ્રેસની સરકાર જશે અને રાજ્યમાં ભાજપની સરકાર આવશે જેનો મતલબ છે કે રાજ્યમાં વિકાસ આવશે. આમ ભાજપા દ્વારા આવનારી ૮ રાજ્યોની ચૂંટણીમાં પોતાની સરકાર બને તે માટે પ્રયત્નો શરૂ કરી શરૂ કરી દેવાયા છે.

Related posts

आरबीआई ने रेपो रेट और रिवर्स रेपो रेट में की कटौती

aapnugujarat

પ્રશાંત કિશોરે સન્યાસ લીધોે

editor

નક્સલીઓનો ખાત્મો કરવા તૈયાર કરાયેલો માસ્ટર પ્લાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1