Aapnu Gujarat
શિક્ષણ

ક્વાલિટી હાઇ એજ્યુકેશન પર ધ્યાન આપવાની જરૂર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન શિક્ષણ અને રોજગારીને લઇને સામાન્ય લોકોએ તેમની નારાજગી વ્યક્ત કર્યા બાદ હવે કેન્દ્રિય પ્રધાન અરૂણ જેટલી બજેટ રજૂ કરશે ત્યારે શિક્ષણને લઇને કેટલીક મોટી જાહેરાત કરી શકે છે. કારણ કે શિક્ષણને લઇને વાલીઓ અને વિદ્યાર્થીઓમાં જુદી જુદી માંગ ઉઠી રહ છે. મોંઘા શિક્ષણને લઇને પ્રશ્ન ઉઠી રહ્યા છે. જેટલી તેમના અંતિમ પૂર્ણ બજેટમાં તમામ વર્ગના લોકોને પ્રભાવિત કરીને લોકલક્ષી બજેટ રજૂ કરવાના પ્રયાસ કરી શકે છે. નોટબંધી અને જીએસટી જેવા પગલાને પણ બજેટ વેળા ધ્યાનમાં લેવામાં આવનાર છે. બજેટ પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. બજેટમાં જેટલી હેલ્થકેર અને શિક્ષણ પર ખાસ ભાર મુકી શકે છે. હેલ્થકેર સેક્ટર ક્વાલિટી હાઇ એજ્યુકેશન પર ધ્યાન કેન્દ્રિત કરે તે જરૂરી છે. બજેટમાં કેટલીક જાહેરાત કરવામાં આવશે તેવી ગણતરી થઇ રહી છે. ચોક્કસ પ્રોજેક્ટો અને સ્કીમ માટે ફાળવણી વધી શકે છે. સ્કીલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા માટે જાહેરાત કરવામાં આવી શકે છે. મોટી સંખ્યામાં સંસ્થાઓને વધારીને સ્કીલ્ડ વર્કફોર્સમાં વધારો કરવામાં આવી શકે છે. ખાનગી ભાગીદારીને વધારી દેવા વધારે શેક્ષણિક સંસ્થાઓ ખોલવાની માંગ થઇ રહી છે. ભવિષ્ય માટે પ્રોફેશનલોને વધારી દેવાની માંગ થઇ રહી છે. ભારતમાં બાઇટેક ઇન્ડસ્ટ્રીઝની હવે નોંધ લેવામાં આવી રહી છે. ભારતીય શૈક્ષણિક સંસ્થાઓની દેશના નિર્માણમાં સૌથી મોટી ભૂમિકા રહે છે. આવી સ્થિતીમાં સારા કુશળ શિક્ષણો અને વિદ્યાર્થીઓ તૈયાર થાય તે જરૂરી છે. દેશમાં જુદા જુદા શેક્ષણિક વિભાગમાં વધુ સંસ્થાઓ સ્થાપિત કરવાની જરૂર છે. નાણાં પ્રધાન પાસેથી સ્કીલ ડેવલપમેન્ટ માટે આ સેક્ટર દ્વારા કેટલીક અપેક્ષા રાખવામાં આવે છે. જેમાં ભારતીય યુનિવર્સિટીઓ અને રિસર્ચ સંસ્થાઓમાં એડવાન્સ અભ્યાસક્રમ તૈયાર કરવા અને ઉદ્યોગ- શિક્ષણના સહકારને પ્રોત્સાહન મળે તે જરૂરી છે. આનાથી મજબુત ટેલેન્ટ પુલ તૈયાર કરાશે. તેમની કુશળતાને વધુ વધારવા માટે વિદેશ જવાથી વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને રોકી શકાશે. વેન્ચર કેપિટલ ફંડની રચના કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે.સંશોધન અને વિકાસ માટે ઇન્ડસ્ટ્રીઝની જરૂરિયાત મુજબ અભ્યાસ ક્રમ તૈયાર કરવાની માંગ છેલ્લા કેટલાક સમયથી ઉઠી રહી છે.મોદી સરકાર માટે બજેટ આ વખતે મહત્વપૂર્ણ રહેનાર છે.

Related posts

રૂપાણી સરકારે બજેટમાં શિક્ષણ માટે ૩૨૭૧૯ કરોડની ફાળવણી કરી

editor

સારું શિક્ષણ આપનારા રાજ્યોને ૨૦ ટકા વધુ ગ્રાન્ટ ફાળવાશે

aapnugujarat

હવે ડિપ્લોમા પ્રવેશ સમિતિમાં વિવાદીત અધિકારીઓ સામેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1