Aapnu Gujarat
શિક્ષણ

સારું શિક્ષણ આપનારા રાજ્યોને ૨૦ ટકા વધુ ગ્રાન્ટ ફાળવાશે

દેશમાં સરકારી સ્કૂલના શિક્ષણને સુધારવા માટે સક્રિય બનેલી કેન્દ્ર સરકારે હવે લર્નિંગ આઉટકમ એટલે કે બાળકોને પૂરતું અને સારું શિક્ષણ આપનારાં રાજ્યને તેના નિયત બજેટ કરતાં ૨૦ ટકા વધુ ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે. આ અંગે સરકારનું માનવું છે કે આવી યોજના જાહેર કરવાથી જે તે રાજ્યનો શિક્ષણ વિભાગ તેની શિક્ષણ વ્યવસ્થાને સુધારવા તેમજ બાળકોને સારું શિક્ષણ પૂરું પાડવા પ્રયાસ કરશે અને અન્ય રાજ્ય કરતાં વધુ ગ્રાન્ટ મેળવવાની સ્પર્ધા ઊભી થતાં વર્તમાન સમયમાં જે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તેની ગુણવત્તામાં વધારો થશે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર તરફથી મળતી ગ્રાન્ટની વધારાની રકમનો ઉપયોગ જે તે રાજ્ય તેમની સ્કૂલમાં બાળકોના શૈક્ષણિક વિકાસને લગતી પ્રવૃત્તિઓ પાછળ કરી શકશે. કેન્દ્ર સરકારે આવો નિર્ણય એટલા માટે કર્યો છે કે સરકારને કેટલાંક રાજ્યમાં અભ્યાસ કરતાં આઠમા ધોરણનાં બાળકોને છઠ્ઠા ધોરણના ગણિતના દાખલા નથી આવડતા તેવી ફરિયાદો મળી હતી તેમજ અન્ય કેટલાંક રાજ્યના શિક્ષણનું સ્તર ઘણું કથળી ગયાની પણ રજૂઆતો થતાં સરકારે તેનો ઉકેલ લાવવા માટે હવે જે રાજ્ય સારું શિક્ષણ આપશે તેમને નિયત ગ્રાન્ટ કરતાં ૨૦ ટકા વધુ ગ્રાન્ટની ફાળવણી કરવા જાહેરાત કરી છે.
જોકે આ માટે જે તે રાજ્યએ દર વર્ષે તેમની સ્કૂલના લર્નિંગ આઉટકમની સરેરાશ પ્રગતિની માહિતી આપવી પડશે અને તેના આધારે જ જે તે રાજ્યને આવી વધારાની ૨૦ ટકા ગ્રાન્ટ આપવામાં આવશે. આ ઉપરાંત જે તે શાળાઓએ ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ ઉપરાંત સામાજિક વિજ્ઞાનને લગતી માહિતી પણ પૂરી પાડવી પડશે. આ માટે સરકાર તરફથી અલગ અલગ માપદંડ નક્કી કરવામાં આવ્યા છે અને તેના આધારે જે તે રાજ્યની સ્કૂલ તેની ગાઈડલાઈન મુજબ શૈક્ષણિક કાર્ય કરાવી શકશે.

Related posts

પીએમશ્રી યોજના હેઠળ ૧૪,૫૦૦ શાળાનો કાયાકલ્પ કરાશે

aapnugujarat

કોલેજોમાં સેમેસ્ટર પ્રથા નાબૂદ થવામાં વિલંબ થવાના એંધાણ

aapnugujarat

એસ.વી.આઈ.ટી.ની ટીમે ચેસ સ્પર્ધામાં જબરદસ્ત પ્રદર્શન કર્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1