Aapnu Gujarat
શિક્ષણ

પીએમશ્રી યોજના હેઠળ ૧૪,૫૦૦ શાળાનો કાયાકલ્પ કરાશે

કેન્દ્રીય કેબિનેટે બુધવારે મહત્વના નિર્ણયો લીધા છે. કેબિનેટે પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા (પીએમ-શ્રી) યોજનાને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ ૧૪૫૦૦ શાળાઓનો કાયાકલ્પ કરવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને અનુરાગ ઠાકુરે કેબિનેટના નિર્ણયોની માહિતી આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષણ દિવસના અવસર પર નરેન્દ્ર મોદીએ પીએમ શ્રી યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ ૧૪,૫૦૦ શાળાઓને અપગ્રેડ અને વિકસિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. પીએમ એ કહ્યું હતું કે પીએમ-શ્રી સ્કૂલ એક મોડેલ સ્કૂલ બનશે, જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની સંપૂર્ણ ભાવનાને મૂર્તિમંત કરશે. આમાં કેન્દ્રીય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલયોનો સમાવેશ કરવામાં આવશે. પીએમએ કહ્યું હતું કે પીએમ-શ્રી શાળાઓમાં નવીનતમ તકનીક, સ્માર્ટ ક્લાસરૂમ, રમતગમત અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.
આ સિવાય રેલવેની જમીન નીતિમાં સુધારાને મંજૂરી આપવામાં આવી છે. રેલવેની જમીનનો લીઝ પિરિયડ ૫ વર્ષથી વધારીને ૩૫ વર્ષ કરવામાં આવ્યો છે.
અનુરાગ ઠાકુરે માહિતી આપી હતી કે આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટે પીએમ ગતિ શક્તિ ફ્રેમવર્કને લાગુ કરવા માટે રેરેલવેની નવી જમીન નીતિને જોડવા માટે રેલવે મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આગામી ૫ વર્ષમાં રેલવેની જમીન પર ૩૦૦ કાર્ગો ટર્મિનલ વિકસાવવામાં આવશે. આના પર ૯૦ દિવસમાં કામ શરૂ થશે.

Related posts

सीए फाईनल में अहमदाबाद के ६ विद्यार्थियों ने गौरव बढ़ाया

aapnugujarat

હવેથી શાળાઓમાં નવરાત્રિ વેકેશન ન આપવાનો નિર્ણય

aapnugujarat

કર્ણાવતી યુનિ. યુથ પાર્લામેન્ટ ઓફ ઈન્ડીયા,2018નુ આયોજન કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1